વિશ્વના સૌથી ઘરડા કૂતરાનું ગઈ કાલે ૨૬ વર્ષ અને ૯ મહિનાની વયે જપાનમાં અવસાન થયું હતું. જો એની સરખામણી માનવી સાથે કરવામાં આવે તો એ ૧૨૫ વર્ષ જેટલું લાંબું જીવન જીવ્યો કહેવાય. પુસુકે નામનો આ કૂતરો જીવિત હોય એવા સૌથી વૃદ્ધ કૂતરાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતો હતો.
જપાનના સકુરા શહેરમાં રહેતા આ કૂતરાનો જન્મ ૧૯૮૫ના માર્ચમાં થયો હતો. એની માલિક યોમિકો શિનોહારાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અમારા કૂતરાનું શાંતિથી મોત થયું હતું. હું બપોરે બહારથી ઘરે આવી ત્યાર બાદ મેં એને જમવાનું આપ્યું હતું. એણે થોડું જમ્યા બાદ અચાનક ખાવાનું બંધ કરી દીધું હતું. થોડી વાર બાદ એને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને પછી એનું મૃત્યુ થઈ ગયું હતું. પુસુકે ખૂબ જ તંદુરસ્ત જીવન જીવ્યો હતો. એને રોજ બે વખત જમવાનું આપવામાં આવતું હતું. ક્યારેક કેક પણ ખાવા આપતા હતા અને દરરોજ બે ટાઇમ વૉકિંગ માટે લઈ જતા હતા.’
જૂનો વર્લ્ડ રેકૉર્ડ કેટલાં વર્ષનો?
વિશ્વના સૌથી જીવિત કૂતરાનો અગાઉનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અમેરિકાના એક કૂતરાના નામે હતો. એ ૨૮ વર્ષ જીવ્યો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK