ઑસ્ટ્રિયામાં શરૂ થઈ વિશ્વની પ્રથમ સેક્સ-સ્કૂલ
વિયેનાની આ સ્કૂલ કામાતુર કેવી રીતે કરવા એના પાઠ ૧૪૦૦ પાઉન્ડ (અંદાજે ૯૮૦૦ રૂપિયા)માં શીખવાડે છે. સ્ટુડન્ટ્સે કો-એજ્યુકેશન ડૉર્મિટરી બ્લૉકમાં બેસીને શીખવાનું છે. સ્કૂલનાં હેડે કહ્યું હતું કે અમે અલગ-અલગ આસનો, ઉત્તેજિત કરવાની ટેક્નિકો અને જાતીય અંગો વિશે જ્ઞાન આપીએ છીએ. જોકે આ સ્કૂલની જાહેરાતે આ અગાઉ જ વિવાદ સરજ્યો છે. આમાં કપલને પ્રેમ કરતાં બતાવવામાં આવ્યાં છે અને એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.