વિશ્વના આ સૌથી મોંઘા બાથટબની કિંમત ૧ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૮ કરોડ રૂપિયા) છે. આ બાથટબ તાજેતરમાં દુબઈ ઇન્ટરનૅશનલ જ્વેલરી ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં એ ૮ કરોડ રૂપિયાની જંગી કિંમતે વેચાયો છે. લી ગ્રૅન્ડ ક્વીન નામના આ બાથટબની બનાવટમાં કૈજોઉ નામના ખાસ રત્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૈજોઉ નામનો જેમસ્ટોન બીમાર લોકોને સાજા કરવાની સૌથી વધુ ક્ષમતા (હીલિંગ પાવર) ધરાવે છે.
કૈજોઉ ગ્રુપનાં સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર રેકા પેરેસાએ કહ્યું હતું કે પ્રાચીન ચાઇનીઝ, અરબી અને ઇજિપ્ત સંસ્કૃતિમાં કૈજોઉનું ખૂબ જ મહત્વ હતું.
એ સમયના લોકો કૈજોઉના સૌંદર્ય તથા હીલિંગ પાવરથી વાકેફ હતા. તેઓ માનતા હતા કે કૈજોઉમાં પૃથ્વી અને બ્રહ્માંડની દસ કરોડ વર્ષની ઊર્જા રહેલી છે. કૈજોઉ રત્ન ઇન્ડોનેશિયામાં મળી આવે છે. પૃથ્વીના પેટાળમાં જ્વાળામુખીની પ્રક્રિયા દરમ્યાન એનું સર્જન થાય છે.
મોઢા વડે કૅન ખોલીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો ઑન્ટેરિયોના આ ભાઈએ
21st February, 2021 09:16 ISTઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે
21st February, 2021 09:12 ISTMiss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...
20th February, 2021 12:54 ISTચીનમાં તો સસલાં અને ઉંદરોએ ફેલાવ્યો કોરોના
20th February, 2021 11:59 IST