Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વર્લ્ડનું સૌથી વિશાળ કન્ટેનર શિપ

વર્લ્ડનું સૌથી વિશાળ કન્ટેનર શિપ

11 December, 2012 08:10 AM IST |

વર્લ્ડનું સૌથી વિશાળ કન્ટેનર શિપ

વર્લ્ડનું સૌથી વિશાળ કન્ટેનર શિપ







ફૂટબૉલની ચાર પિચ જેટલી સાઇઝના આ જંગી શિપની લંબાઈ ૩૯૬ મીટરની છે. સીએમએ સીજીએમ માર્કો પોલો નામનું જહાજ રવિવારે શાંઘાઈથી બ્રિટનના નૉર્ધમ્પ્ટન બંદરે આવી પહોંચ્યું હતું. આ શિપ એકસાથે ૧૬,૦૦૦ કન્ટેનર્સ સમાવી શકે છે, એટલે કે જો આ તમામ કન્ટેનર્સને કતારમાં મૂકવામાં આવે તો એની લંબાઈ ૯૭ કિલોમીટર જેટલી થશે. આ જહાજ ક્રિસમસ ગિફ્ટ ભરેલાં કન્ટેનર્સ સાથે બ્રિટન આવ્યું હતું. બ્રિટનમાં ખાલી થયા બાદ એ જર્મની જવા માટે રવાના થશે. સાઉથ કોરિયામાં બનેલા એ જહાજનું કદ સાડાપાંચ ઍરબસ એ-૩૮૦ વિમાન જેટલું છે. વિશ્વનું સૌથી વિશાળ કન્ટેનર શિપ હોવાનો આ જહાજનો રેકૉર્ડ લાંબો સમય નહીં ટકે, કારણ કે તેનાથી પણ મોટું બીજું એક મહાકાય જહાજ આવતા વર્ષે લૉન્ચ થશે. આ જહાજ ૧૮,૦૦૦ કન્ટેનર્સ સમાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2012 08:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK