Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > World Television Day: આજે ઈડિયટ બૉક્સ બન્યું છે દરેક ઘરની જરૂરિયાત

World Television Day: આજે ઈડિયટ બૉક્સ બન્યું છે દરેક ઘરની જરૂરિયાત

21 November, 2019 11:36 AM IST | Mumbai

World Television Day: આજે ઈડિયટ બૉક્સ બન્યું છે દરેક ઘરની જરૂરિયાત

આજે છે વર્લ્ડ ટેલીવિઝન ડે

આજે છે વર્લ્ડ ટેલીવિઝન ડે


શરૂઆતમના સમયમાં જે ટેલીવિઝનને ઈડિયટ બૉક્સનું ઉપનામ આપવામાં આવ્યું હતું તે ટીવી ક્રાંતિનું સૌથી મોટું હથિયાર સાબિત થયું. આજે આપણે ઘરે બેઠા બેઠા ટીવીના માધ્યમથી દુનિયાભરમાં બનતી ઘટનાઓને જોઈ શકીએ છે. તેનું પહેલું મોડેલ 1927માં અમેરિકામાં તૈયાર થયું. 1959માં ભારતમાં પહેલું ટીવી આવ્યું. જલ્દી જ આ શક્તિશાળી ઉપકરણની સકારાત્મક અસર દુનિયા પર દેખાવા લાગી. 17 ડિસેમ્બર 1996ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 નવેમ્બરનો વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે જાહેર કર્યો.

ટેલીવિઝનનો ઈતિહાસ
ટેલીવિઝનની શોધ વર્ષ 1927માં અમેરિકાના વૈજ્ઞાનિક જૉન લૉગી બેયર્ડે કરી હતી. વર્ષ 1934 સુધીમાં ટીવી સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક સ્વરૂપ ધારણ કરી ચુક્યું હતું. 1938માં ઔપચારિક રીતે જૉન લૉગી બેયર્ડ ટીવીના માર્કેટમાં લઈને આવ્યા. જેના 2 વર્ષ બાદ જ આધુનિક ટીવી સ્ટેશન ખુલ્યા અને લોકો મોટી સંખ્યામાં ટીવી ખરીદવા લાગ્યા. મનોરંજનનું સૌથી સારું સાધન બની ચુકેલા ટીવીનું મહત્વ ત્યારથી વધ્યું જ્યારથી 21 નવેમ્બરને સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી.

આ પણ જુઓઃ ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.



ભારતમાં ટેલીવિઝન
ટેલીવિઝનને ભારત આવવામાં 32 વર્ષ લાગી ગયા. 15 સપ્ટેમ્બર, 1959માં પહેલા ટીવીનો પ્રયોગ રાજધાની દિલ્હીમાં દૂરદર્શન કેન્દ્રની સ્થાપના સાથે કરવામાં આવ્યો, પરંતુ તેનો વ્યાપક પ્રચાર 1982માં ભારતમાં આયોજિત એશિયાડ ખેલ સમયે થયો. ટીવીની શોધથી માહિતી અને પ્રસારણના ક્ષેત્રમાં ક્રાંતિ આવી હતી. શરૂઆતના સમયમાં જ્યારે દૂરદર્શન આવ્યું ત્યારે તે વધુ પ્રભાવશાળી હતું. પરંતુ બાદમાં મીડિયાના વધુ પણ માધ્યમ આવ્યા, જેથી દૂરદર્શન નબળું પડતું ગયું. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જ્યારે આવા માધ્યમો વગર આપણા જીવનની કલ્પના આપણે નથી કરી શકતો.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 11:36 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK