વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના નિષ્ણાતોની ૧૦ સભ્યોની ટીમને કોવિડ-19ના મૂળની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ સિંગાપોરથી હવાઈ માર્ગે સીધી ચીનના વુહાન શહેરમાં પહોંચશે, જ્યાં ડિસેમ્બર, ૨૦૧૯માં કોરોના વાઇરસે પ્રથમ વખત દેખા દીધી હતી, જેને પગલે બીજંગ સહિતનાં સંખ્યાબંધ શહેરોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
વર્તમાન પ્લાન અનુસાર, નિષ્ણાતોની ટીમ ૧૪ જાન્યુઆરીએ સિંગાપોરથી વુહાન પહોંચશે, એમ ચાઇનીઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝ્હાઓ લિજીઆને જણાવ્યું હતું.
જોકે, ટીમના સભ્યોએ ક્વૉરન્ટીન થવું પડશે કે કેમ, તેમની યાત્રાનો કાર્યક્રમ શું છે અને ટીમ કેટલો સમય વુહાન રોકાશે, એ અંગે તેમની પાસે કોઈ જાણકારી ન હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરને પોતાના ભરડામાં લઈને લાખો લોકોનો ભોગ લેનારો કોરોના વાઇરસ વુહાનમાંથી ઉત્પન્ન થયો હોવા અંગેના વ્યાપક મંતવ્યો સામે સવાલ ઉઠાવનારા ચીને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ટીમને વુહાનની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં વિલંબ કર્યો હતો, જેને પગલે આ મુલાકાત વિવાદાસ્પદ બની રહી છે.
ફાઇઝરની રસીને ઇમર્જન્સી યુઝ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી મંજૂરી
2nd January, 2021 09:20 ISTવિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઃ કોરોના એ છેલ્લી મહામારી નહીં
28th December, 2020 13:50 ISTવેક્સિન આવવાની રાહ વચ્ચે WHOની મહત્વની જાહેરાત
5th December, 2020 16:04 ISTકોરોના જેવી વિકટ સમસ્યા છે એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ, જાણો આ વિશે વધુ...
21st November, 2020 16:05 IST