Nobel Peace Prize 2020: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને શાંતિ પુરસ્કાર

Published: Oct 09, 2020, 17:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના મહામારી સંકટ, લશ્કરી સંકટ અને અન્ય મુશ્કેલ સમયની વચ્ચે વિશ્વમાં મોટા પાયે જરૂરિયાતમંદોને જમાડવા અને મદદ કરવા માટે World Food Programmeની પસંદગી કરવામાં આવી

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ

વર્ષ 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર આ વખતે તે કોઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થાને આ પુરસ્કાર મળ્યો છે. આ વખતે આ સન્માન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World Food Programme) સંસ્થાને આપવામાં આવ્યું છે.

કોરોના મહામારી સંકટ, લશ્કરી સંકટ અને અન્ય મુશ્કેલ સમયની વચ્ચે વિશ્વમાં મોટા પાયે જરૂરિયાતમંદોને જમાડવા અને મદદ કરવા માટે World Food Programmeની પસંદગી કરવામાં આવી છે.

નોર્વેયિન નોબેલ કમિટી દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને વિશ્વના જુદા-જુદા ભાગોમાં ભૂખ્યાઓને જમાડવા, જ્યાં સૌથી તણાનની સ્થિતિ છે એવી જગ્યાએ મદદ પહોંચાડવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

નોબેલ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ વિશ્વની સૌથી મોટી સંસ્થા છે જે ખાદ્ય સહાય પૂરી પાડે છે. વર્ષ 2019માં WFPએ 88 દેશોના 10 કરોડ લોકોને ખોરાક પૂરો પાડ્યો હતો. માહિતી અનુસાર, વર્ષ 2019માં આશરે 13.5 કરોડ લોકો ભૂખની પીડાથી પસાર થયા, જેની પાછળ યુદ્ધ અને લશ્કરી સંકટ જેવા કારણ હતા.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) ભૂખમરો મીટાવવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રીત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં કટોકટીની સ્થિતિમાં તેનું કામ એ જોવાનું છે કે કઈ રીતે જરૂરિયાતવાળાઓ સુધી ખાદ્ય સામગ્રી પહોંચાડે છે ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આફતોના સમયે તે મદદ કરવા માટે આગળ આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK