વર્લ્ડનો સૌથી કદાવર ડૉગ, જુઓ તસવીરમાં

Published: 14th September, 2012 05:37 IST

અમેરિકાના મિશિગન શહેરનો રહેવાસી આ ડૉગ વિશ્વનો સૌથી કદાવર ડૉગ છે. ત્રણ વર્ષની ઉંમરનો આ ડૉગ જ્યારે પાછલા પગથી ઊભો રહે છે ત્યારે એની ઊંચાઈ ૭.૪ ફૂટ જેટલી હોય છે.
પગના તળિયાથી ગરદન સુધીની એની ઊંચાઈ ૪૪ ઇંચ જેટલી છે અને એનું વજન ૭૦.૩ કિલો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ૨૦૧૩ની આવૃત્તિમાં એનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ઝેઉસ નામનો આ ડૉગ દરરોજ ૧૪ કિલો ખોરાક ઝાપટી જાય છે. તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK