બીજેપી સામે વિરોધ પક્ષોની હાર માટે ઈવીએમ જવાબદાર નથી : શરદ પવાર

Published: May 24, 2019, 09:59 IST | મુંબઈ

લોકસભાની ચૂંટણીમાં બીજેપી સામે વિરોધ પક્ષોની હાર થઈ એ માટે હું ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ને કોઈ દોષ નથી દેતો એવું એનસીપીના વડા શરદ પવારે જણાવીને ઉમેર્યું હતું કે જનતાના નિર્ણયને હું આવકારું છું.

શરદ પવાર
શરદ પવાર

લોકસભાની ચૂંટણીમાં બીજેપી સામે વિરોધ પક્ષોની હાર થઈ એ માટે હું ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ને કોઈ દોષ નથી દેતો એવું એનસીપીના વડા શરદ પવારે જણાવીને ઉમેર્યું હતું કે જનતાના નિર્ણયને હું આવકારું છું. એનસીપી સહિત અન્ય વિરોધ પક્ષોએ સતત ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાની કાગારોળ મચાવી હતી.

બીજેપીને અમુક રાજ્યોમાં સારી બેઠક મળશે એવી વિરોધ પક્ષોને ધારણા હતી, પણ દેશઆખામાં એ આટલી મોટી જીત મેળવશે એવું નહોતું ધાર્યું એવું શરદ પવારે જણાવ્યું હતું. હજી પણ ઈવીએમને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે એવું પવારે પત્રકારોને જણાવ્યું હતું.

આ પણ વાંચો : કૉંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે : રાહુલ ગાંધી

હું ઈવીએમને કોઈ દોષ આપવા માગતો નથી. જનતાના નિર્ણયને આપણે સ્વીકારવો જ રહ્યો એવું પવારે જણાવ્યું હતું. ચૂંટણી પહેલાં લોકોના મનમાં એક સમય માટે શંકાનું વાતાવરણ ઊભું થયું હતું એવું જણાવીને પવારે ઉમેર્યું હતું કે ભૂતકાળની ચૂંટણીઓમાં ક્યારેય આવી શંકા ઉપજાવવામાં નથી આવી. ૧૯૮૪માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસને આશરે ૪૦૦ બેઠકો મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK