બધી મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવા અંગે વિચાર...

Published: 15th October, 2020 11:55 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રેલવેએ ફક્ત મહિલાઓ માટે જ કેટલીક લોકલ ટ્રેનો ફરી શરૂ કરી દીધી છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

પશ્ચિમ રેલવેમાં 15 ઑક્ટોબરથી કુલ 700 લોકલ ટ્રેન દોડશે અને મધ્ય રેલને પણ પોતાની વર્તમાન સેવા વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. આ પછી પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આના પછી લોકલ ટ્રેનોમાં શું અત્યાવશ્યક સેવાઓ બહારના લોકોને પણ પ્રવાસ કરવાની પરવાનગી મળી શકે છે. એક વિશ્વાસ પાત્ર સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે બુધવારે સરકારને આ વાતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને નૉન પીક અવર્સમાં બધી મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપી શકાય છે. આ સૂત્રએ જણાવ્યું છે કે હજી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે આના પર કોઇ જ નિર્ણય આવ્યો નથી.

સૂત્રો પ્રમાણે, પુરુષોના મામલે અત્યાવશ્યક અને બિનજરૂરી સેવાઓ માટે ઓળખપત્ર મેળવવું પણ સરળ નથી, પણ મહિલાઓને લઈને આવી કોઇ સમસ્યા પણ નથી. પછી મહિલાઓ પુરુષોના કોચમાં પણ પ્રવાસ કરી શકે છે. તો રેલવેએ ફક્ત મહિલાઓ માટે જ કેટલીક લોકલ ટ્રેનો ફરી શરૂ કરી દીધી છે. સૂત્ર પ્રમાણે, જ્યાં તે વર્ક ફ્રૉમ હોમ કલ્ચર શક્ય છે, પણ ઘણી કંપનીઓ કદાચ હજી પણ અમુક મહિના આ પરંપરાને જાળવી રાખે અને પોતે સરકારને આમ કરવા કહે. આ કારણથી તો એ નક્કી છે કે લોકલ ટ્રેનમાં હવે માર્ચના લૉકડાઉન પહેલા જેટલી પુરુષો અને મહિલાઓ બન્નેની ભીડ નહીં રહે.

આ પ્રસ્તાવ પર કરવામાં આવે છે વિચાર
જે કંપનીઓમાં ઑફિસમાં જઈને જ કામ કરવું જરૂરી છે, જો આ કંપનીઓ નૉન પીક અવર્સમાં પોતાના કર્મચારીઓને બોલાવશે તો મહિલાઓ લોકલ ટ્રેનોમાં ભીડથી ઘણી હદે બચી શકે છે. થોડાંક દિવસ પહેલા આ પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવ્યો કે પ્રવાસીઓને ઑડ-ઇવન પ્રમાણે T1 અને T2 રેલવે પાસ આપવામાં આવે. હાવ એ પ્રસ્તાવને પણ લીલી ઝંડી મળી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK