ભારતીય લશ્કરના લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છે કે આવતા વર્ષથી ભારતીય લશ્કરના આર્મી એવિએશન કોર્પ્સ વિભાગમાં મહિલાઓની પાઇલટ તરીકે ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી મહિલાઓ આર્મી એવિએશન કોર્પ્સમાં માત્ર જમીન પરની ફરજો જ બજાવે છે. જનરલ નરવણેએ કહ્યું કે મહિલા પાઇલટો સરહદ સુધીના સ્થળોએ હેલિકૉપ્ટર ફ્લાય કરશે અને સરહદ પરની કામગીરીઓનો હિસ્સો પણ બનશે. આ માટેનો પ્રસ્તાવ ભારત સરકારે મંજૂર કરી દીધો છે.
ભારતીય હવાઈ દળમાં તો ૧૦ મહિલા ફાઇટર પાઇલટ તરીકે સેવા બજાવે છે. ભારતીય નૌકાદળમાં, મહિલા પાઇલટો ડોર્નિયર વિમાન ફ્લાય કરે છે તેમ જ હેલિકૉપ્ટરોમાં અને જાસૂસી વિમાનમાં નિરીક્ષક તરીકે સેવા બજાવે છે.
અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
15th January, 2021 19:43 ISTડિપ્રેશન, ટેન્શનથી ઘટશે વૅક્સિનની અસરકારકતા
15th January, 2021 16:31 ISTગૂગલે પ્લે સ્ટોરમાંથી એવા પર્સનલ લોન ઍપ્સ હટાવ્યા
15th January, 2021 16:23 ISTગુજરાત કેડરના આઇએએસ વીઆરએસ લઈ બીજેપીમાં
15th January, 2021 16:09 IST