મહિલાઓ પોતાના પતિને વધુ નખરા બતાવીને હેરાન ન કરે

Published: Apr 04, 2020, 16:23 IST | Mumbai Desk

લૉકડાઉન વચ્ચે મલેશિયા સરકારનું તુઘલકી ફરમાન

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં લૉકડાઉનના કારણે પતિ-પત્નીની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે અને તેના કારણે બધા જ પરેશાન છે. મલેશિયાએ લૉકડાઉનના કારણે વધી રહેલા આ ઝઘડાઓને ઓછા કરવા માટે મહિલાઓને કેટલાક આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ આપ્યા છે.

મલેશિયન સરકારે મહિલાઓને નિર્દેશ આપતા કહ્યું કે તેમણે રસોડું અને તમામ રૂમની રોજ સાફ-સફાઈ કરવી જોઈએ. તેનાથી ક્વૉરન્ટીન દરમ્યાન મગજને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. મલેશિયાના મહિલા મંત્રાલયે ફેસબુક પર અનેક પોસ્ટના માધ્યમથી લૉકડાઉન દરમ્યાન પત્નીઓને કેવો વ્યવહાર કરવો જોઈએ તેના દિશા-નિર્દેશ આપ્યા છે. એક તસવીરમાં દંપતીને એક સાથે કપડાં સૂકવતાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે મહેરબાની કરી મહિલાઓ નખરા બતાવીને પોતાના પતિઓને હેરાન ન કરે. બીજી પોસ્ટમાં મહિલાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમને કાર્ટૂન કેરેક્ટર ડોરેમૉનનો અવાજ કાઢવો જોઈએ. આ એક કાર્ટૂન કેરેક્ટર છે જે સમગ્ર એશિયામાં ખૂબ લોકપ્રિય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK