વિરારમાં એકલી રહેતી મહિલાનું રહસ્યમય મર્ડર

Published: 12th December, 2012 05:58 IST

વિરાર(ઈસ્ટ)માં ફૂલપાડા વિસ્તારમાં આવેલા બારોડાદેવી અપાર્ટમેન્ટના ત્રીજા માળા પર એકલી રહેતી ૩૬ વર્ષની ગૌતમી રોકડેનું ગઈ કાલે સાંજે રહસ્યમય રીતે મર્ડર થયું હતું. ઘરમાંના કબાટની તિજોરી ખુલ્લી હતી અને મહિલા બેડ પર પડી હતી. જોકે એમ છતાં પ્રાથમિક તપાસ બાદ પોલીસે કહ્યું હતું કે આ મર્ડર ચોરીને લીધે નથી થયું.ગૌતમીનો પતિ વેસ્ટર્ન રેલવેમાં ટિકિટચેકર હતો. બે વર્ષ પહેલાં તેનું મૃત્યુ થયું હોવાથી ગૌતમી ઘરમાં એકલી રહેતી હતી. ગઈ કાલે સાંજે ગૌતમીના ઘરનો દરવાજો ખુલ્લો હતો એથી રાતે ૮ વાગ્યે આસપાસના પાડોશીઓએ દરવાજો ખોલીને જોયું તો ગૌતમી હૉલમાંના બેડ પર પડી હતી. તેના ગળામાં નાયલોનની રસી હતી અને ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો. પાડોશીઓએ તરત જ પોલીસને આ વિશે માહિતી આપતાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં બેડરૂમમાંના કબાટની તિજોરી ખુલ્લી પડી હતી. આ વિશે વધુ માહિતી આપતાં વિરાર પોલીસે કહ્યું હતું કે ઘરમાંથી ચોરી થઈ છે કે નહીં એ તો મહિલાનો ભાઈ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે આ મર્ડર ચોરીને કારણે નથી થયું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK