Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈના બારમાં મહિલાઓના વજન પ્રમાણે તેમને ફ્રી ડ્રિન્ક્સ આપવામાં આવે છે

દુબઈના બારમાં મહિલાઓના વજન પ્રમાણે તેમને ફ્રી ડ્રિન્ક્સ આપવામાં આવે છે

23 November, 2019 10:51 AM IST | Mumbai Desk

દુબઈના બારમાં મહિલાઓના વજન પ્રમાણે તેમને ફ્રી ડ્રિન્ક્સ આપવામાં આવે છે

દુબઈના બારમાં મહિલાઓના વજન પ્રમાણે તેમને ફ્રી ડ્રિન્ક્સ આપવામાં આવે છે


મહિલાઓની ખૂબ સારી ઘરાકી ધરાવતા દુબઈના એક બારમાં અનોખી પ્રમોશન સ્કીમ છે. મહિલાનું વજન જેટલું વધારે એટલાં ફ્રી ડ્રિન્ક્સ તેને ઑફર કરવામાં આવે છે. કૅસલ્સ અલ બાર્શા હોટેલની ફ્યુઝન ક્લબમાં આ સ્કીમ વર્ષના અંત સુધી અમલમાં રહેશે. સ્કીમ મુજબ મહિલાના વજનના એક પાઉન્ડદીઠ ૦.૧૨ ડૉલરની ક્રેડિટ તેને આપવામાં આવે છે. એનો અર્થ એવો કે ૧૫૦ પાઉન્ડ્સ વજન ધરાવતી મહિલા ૧૮.૫૦ ડૉલર કિંમતનાં ફ્રી ડ્રિન્ક્સ મેળવી શકે છે. 

બારના ફૂડ ઍન્ડ બેવરેજ મૅનેજર અનિલ કુમારે જણાવ્યું હતું કે ‘મહિલાઓનું વજન કરવા માટે અમારી પાસે વેઇંગ મશીન છે, પરંતુ ગ્રાહક સ્ત્રીઓ તેમનું વજન બાર ટેન્ડર્સને મોઢે કહે તો પણ ચાલે. અમે તેમની વાતનું માન રાખીએ છીએ. અમે મહેમાનોએ જણાવેલા વજનની ચકાસણી કરવાનો આગ્રહ રાખતા નથી.’



આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2019 10:51 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK