પ્રત્યેક સજાગ યુવતી પોતાનાં સ્તનના સૌંદર્ય માટે પ્રયત્નશીલ રહે છે

Published: 12th October, 2012 06:19 IST

વક્ષ:સ્થળ એ માતૃત્વનું મહત્વનું અંગ હોવા છતાં માનવજાતમાં એ સૌંદર્યનું પ્રવેશદ્વાર બની ગયું છેફ્રાઇડે-ફલક - રોહિત શાહ

ઘાટીલાં અને ભરાવદાર સ્તન કદરૂપી સ્ત્રીને પણ અટ્રૅક્ટિવ બનાવે છે. ચહેરાના સૌંદર્ય કરતાં સ્તનનું સૌંદર્ય બે ડગલાં આગળ છે એ વાતની દરેક સ્ત્રીને ખબર હોય છે. પુરુષને આકર્ષવા માટે કેટલીક નખરાળી અને રંગીન મિજાજની સ્ત્રીઓ પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેઇન કે મંગળસૂત્રના પેન્ડન્ટને સતત રમાડ્યા કરતી હોય છે. એ બહાને તે પોતાનાં સ્તનના ઉભારને એક્સ્પોઝ કરતી રહે છે. પેન્ડન્ટને પકડવાને બહાને તે વારંવાર પોતાનો હાથ પોતાના પુષ્ટ પયોધર પર મૂકે છે. એ દૃશ્ય જોઈને સામેનો પુરુષ પાણી-પાણી થઈ જતો હોય છે.

સ્ત્રીનાં સ્તન આમ જુઓ તો માંસ અને સ્નાયુનો એક જથ્થો જ છે. યુવતી જ્યારે માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેનાં સ્તનમાં દૂધ ઊભરાય છે. દૂધને સંસ્કૃતમાં ‘પય’ કહેવાય છે. સ્તન માટે પયોધર શબ્દ છે. પયને ધારણ કરનાર પયોધર.

માણસ જ આકર્ષાય

આમ તો ધરતી પર અનેક જીવ સ્તનધારી છે, પરંતુ માણસ જ એક એવું પ્રાણી છે જે સ્તન પ્રત્યે આકર્ષાય છે. કોઈ કૂતરો કદી કોઈ કૂતરીનાં સ્તનથી આકર્ષાતો નથી. કોઈ સિંહ ક્યારેય કોઈ સિંહણનાં સ્તન જોઈને એના પ્રત્યે મોહિત થતો નથી. કોઈ આખલાએ કદી ગાયનાં આંચળને સ્પર્શ કરીને એની છેડતી કરી હોય એવું સાંભળવા મળતું નથી. અન્ય માદા સ્તનધારી જીવ પોતાના બચ્ચાને પોષણ આપવા માટે - એને માતાનું દૂધ પિવડાવવા માટે જ સ્તનનો ઉપયોગ કરે છે, જ્યારે માણસોની દુનિયામાં સ્ત્રીનાં સ્તનનો માતૃત્વ સાથે જેટલો સંબંધ છે એથીયે વધારે સંબંધ સૌંદર્ય સાથે છે. એ કારણે પુષ્ટ પયોધર માનવયોનિમાં વિકારનું નિમિત્ત બને છે.

સ્ત્રીઓના પોશાકમાં સ્તનને ઢાંકવાનું મહત્વ દરેક ભદ્ર સમાજે સ્વીકારેલું છે. કેટલીક યુવતીઓને ખબર નથી કે સ્ત્રી સાડી પહેરે છે ત્યારે તે સૌથી વધુ સેક્સી લાગે છે. સાડી એક રીતે મર્યાદાવાળો પોશાક છે છતાં સ્ત્રીના સૌંદર્યને સૌથી પ્રગટ કરનારો - ઉપસાવનારો પોશાક પણ છે. સાડીના પાલવથી છાતીને ઢાંકવામાં આવે છે. કેટલીક અત્યંત ભદ્ર-ખાનદાન પરિવારની શ્રીમંત મહિલાઓ તો સાડી પર્હેયા પછીયે ઉપર શાલ ઢાંકે-ઓઢે છે. પંજાબી ડ્રેસ પહેરતી યુવતીઓ દુપટ્ટા વડે પોતાની છાતી ઢાંકે છે. વક્ષ:સ્થળને ઢાંકવું એ મર્યાદા છે, સંસ્કારિતા છે. એ કારણે વિકારો અને ઉત્તેજનાઓથી બચી શકાય છે. તમે માર્ક કરજો કે અત્યંત શ્રીમંત ફૅમિલીની કે ખૂબ સંસ્કારી ફૅમિલીની સ્ત્રીઓ આ બાબતે ખૂબ સભાન હોય છે. તે પોતાના વક્ષ:સ્થળને છુપાવી રાખે છે - એનું પ્રદર્શન નથી કરતી.

મર્યાદા રાખવી જોઈએ?

આજકાલની યુવતીઓને સેક્સી અને ઓવરસ્માર્ટ દેખાવાનું ખૂબ ગમતું હોય છે. તે ક્યારેક તો એવાં અભદ્ર વસ્ત્રો પહેરે છે કે આપણા દિમાગમાં પ્રશ્ન જાગે : આ મૅડમ પાસે છુપાવવા જેવું કાંઈ છે જ નહીં કે શું? જીન્સ અને ટી-શર્ટ પહેરેલી કેટલીક યુવતીઓને જોશો તો પહેલી નજરે તો તેણે મર્યાદાવાળાં વસ્ત્રો પહેરેલાં જ દેખાશે. તેનું ગળું, છાતી, બગલ બધું ઢંકાયેલું જ હશે; પરંતુ ટી-શર્ટ એવું ચુસ્ત હશે કે તેની છાતીનો ઉભાર વિશેષરૂપે છલકાતો દેખાય. સ્તન એ સ્ત્રીના સૌંદર્યનું પ્રવેશદ્વાર છે. ત્યાં ચોકીપહેરો મૂકવાને બદલે બાકોરાં પાડેલાં હોય તો શી દશા થાય?

કેટલીક સ્ત્રીઓ લો કટની કુર્તી કે ટૉપ પહેરે છે જેને કારણે તેનાં સ્તન ઉપરથી અડધાં ખુલ્લાં દેખાય છે. કેટલીક સ્ત્રીઓ ભલે લો કટની કુર્તી કે ટૉપ નથી પહેરતી, પણ વધુપડતાં લૂઝ વસ્ત્રો પહેરે છે. આ કારણે તે જ્યારે નીચી વળે છે ત્યારે તેનું વક્ષ:સ્થળ પૂરેપૂરું કે થોડુંઘણું દેખાય છે. કેટલીક સ્ત્રીઓ ઇરાદાપૂર્વક અથવા બેદરકારીથી આ રીતે પોતાની છાતીનું પ્રદર્શન કરતી રહે છે તો કેટલીક સ્ત્રીઓ બહુ જ ચીવટપૂર્વક મયાર્દાનું જતન કરતી હોય છે.

ગ્લૅમર શા માટે?

ફિલ્મ તો ગ્લૅમરની દુનિયા છે એટલે એમાં સ્ત્રી (હિરોઇન)ને વધુ અટ્રૅક્ટિવ બતાવવા માટે તેને અભદ્ર વસ્ત્રો પહેરાવાય એ ઠીક છે, પણ ક્યારેક સમાજમાં કોઈ લગ્નપ્રસંગે કે ધાર્મિક મેળાવડાના પ્રસંગે ઘણી કહેવાતી મૉડર્ન યુવતીઓ કયા હેતુથી પોતાને એક્સ્પોઝ કરતી હશે? શું એ દ્વારા તે યુવતીઓ પરાયા પુરુષોને કશું નિમંત્રણ તો નહીં પાઠવતી હોયને? તમે એ પણ જોયું હશે કે મૉડલિંગમાં તો સ્ત્રીની છાતીના ઉભારને ઇરાદાપૂર્વક ઉત્તેજિત રીતે દર્શાવવામાં આવે છે. બાઇકની જાહેરાત હોય કે બ્લેડની, જેમાં સ્ત્રીને બતાવવી જ જરૂરી નથી હોતી એમાં પણ સેક્સી લુકમાં મૉડલ્સને બતાવવામાં આવે છે.

મર્યાદાના તમામ માપદંડ સ્વીકાર્યા પછીયે એટલું તો કબૂલ કરવું જ પડશે કે સ્ત્રીને સ્તન આપીને કુદરતે પુરુષને વધારે લલચાવ્યો છે. સ્તનનું સૌંદર્ય માત્ર જોવા પૂરતું જ નથી. સેક્સ (સંભોગ)ની ક્રિયામાં પણ એનું ખૂબ મહત્વ છે. સ્તનને મસળવા, પંપાળવા અને ચૂસવાથી પુરુષ ઉત્તેજિત થાય છે એ જ રીતે સ્ત્રીને પણ સ્તનમર્દન ઉત્તેજિત કરે છે. બહુ ઓછી સ્ત્રીઓ એવી હશે જેમને સ્તનમર્દન દ્વારા વિશેષ આનંદ ન મળતો હોય. સંભોગ દરમ્યાન કેટલીક સ્ત્રીઓ તો બળપૂર્વક પુરુષના હાથ પકડીને પોતાનાં સ્તન તરફ લઈ જાય છે અને સ્તનમર્દન કરવા આગ્રહ કરે છે. સંભોગ સમયની મદહોશીને પ્રગાઢ તથા રંગીન કરવામાં સ્ત્રીનાં સ્તનનો મહત્વનો હિસ્સો છે.

કદ કરતાં ઘાટીલાપણું મહત્વનું

એ વાત સાચી છે કે સ્તનનું કદ ખૂબ નાનું હોય તો એ પુરુષને જલ્ાદી આકર્ષતું નથી. છતાં એ પૂર્ણ સત્ય નથી. સ્ત્રી પાસે આવડત હોય તો તે આંખોના ઉલાળાથી, હોઠના આકર્ષણથી કે નખરાં દ્વારા પુરુષને પૂરેપૂરો વશમાં કરી જ શકે છે. પ્રેમ અને વિશ્વાસથી તરબોળ થોડાક શબ્દો પણ ઘણું કામ પાર પાડી દે છે. ક્યારેક ખૂબ પાતળી (ઝીરો ફિગર) સ્ત્રીનાં સ્તન ખૂબ મોટાં અને ભરાવદાર હોય છે તો કેટલીક ખાધે-પીધે તંદુરસ્ત કે જાડી સ્ત્રીનાં સ્તન સાવ નાનાં અને આકર્ષણ વગરનાં લાગે છે. સ્તન માત્ર મોટાં હોય એટલું જ ઇનફ નથી, એ ઘાટીલાં હોવાં જરૂરી છે. કેટલીક સ્ત્રીઓ પોતાનાં મોટાં સ્તનને કારણે જ બેડોળ દેખાતી તમે જોઈ હશે. કેટલીક સ્ત્રીઓનાં સ્તન લચી પડેલાં હોય છે એ કારણે પણ તે અટ્રૅક્ટિવ નથી લાગતી. સ્ત્રીઓએ વસ્ત્રોની પસંદગી વખતે પોતાના વક્ષ:સ્થળને અનુરૂપ વસ્ત્રો પસંદ કરવાં જોઈએ.

ચારિત્ર્યવાનને એવા ચાળાની જરૂર નથી

ક્યારેક નાનાં સ્તનને કારણે લઘુતાગ્રંથિમાં પીડાતી સ્ત્રીઓ સર્જરી કરાવીને પોતાનાં સ્તનનું કદ વધારી શકે છે. ફિલ્મી હિરોઇનો અને મૉડલ ગલ્ર્સ આવા પ્રયોગ વ્યાપક પ્રમાણમાં કરાવે છે. લચી પડેલાં સ્તનને પુન: ઘાટીલાં બનાવવા માટે પણ કેટલીક સ્ત્રીઓ સર્જરી કરાવતી હોય છે. જોકે આ પ્રયોગો ખૂબ ખર્ચાળ હોય છે એટલે મોટે ભાગે વ્યવસાયી મહિલાઓને કે શ્રીમંત મહિલાઓને જ પરવડે છે. એ ઉપરાંત બજારમાં મૅજિક-બ્રા મળે છે જે પહેરવાથી સ્તન મોટાં હોય એવો આભાસ પેદા કરી શકાય છે. અલબત્ત, જેની પાસે ગુણસમૃદ્ધિ અને આંતરિક સમૃદ્ધિ છે એવી ચારિhયવાન સ્ત્રીઓને આવા ચાળા કરવાની જરૂર નથી પડતી, કારણ કે તે કાંઈ નિતનવા પારકા પુરુષોને આકર્ષવા ઝંખતી નથી હોતી અને પોતાના પતિને પોતાના પ્રેમમાં બાંધી રાખવાનું તેને આવડતું જ હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK