Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CP ટૅન્કથી ૧૨ દિવસથી ગુમ સિનિયર સિટિઝન મહિલા

CP ટૅન્કથી ૧૨ દિવસથી ગુમ સિનિયર સિટિઝન મહિલા

03 July, 2017 07:09 AM IST |

CP ટૅન્કથી ૧૨ દિવસથી ગુમ સિનિયર સિટિઝન મહિલા

CP ટૅન્કથી ૧૨ દિવસથી ગુમ સિનિયર સિટિઝન મહિલા



missing


સાઉથ મુંબઈના CP ટૅન્ક વિસ્તારની સુતાર ગલીમાંથી બાવીસ જૂને રાતના સવાઆઠ વાગ્યે ૭૦ વર્ષનાં સુદામા ચૌરસિયા તેમના ઘરેથી કંઈ પણ કહ્યા વગર જતાં રહ્યાં છે. સુદામા ચૌરસિયાને શોધવા માટે હનુમાન ગલીમાં પાનની દુકાન ચલાવતા તેમના પુત્ર કલ્લુ ચૌરસિયાના પરિવારે અને તેના મિત્રોએ અનેક જગ્યાઓ પર શોધ કરી, પણ તેમનો કોઈ જ પત્તો મળતો નથી.

આથી ચૌરસિયા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો છે. આ પરિવારે તેમનાં માતુશ્રીને શોધી આપનાર વ્યક્તિને દસ હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. આમ છતાં બાર દિવસથી સુદામા ચૌરસિયાના કોઈ જ સમાચાર નથી.

એ દિવસે રાતે મારાં માતુશ્રી ઘરમાં એકલાં હતાં એમ જણાવીને કલ્લુ ચૌરસિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં બાળકો બિલ્ડિંગમાં નીચે રમવા ગયાં હતાં. રાતે સવાઆઠ વાગ્યે માતાજી કંઈ પણ કહ્યા વગર ઘરેથી બહાર જતાં રહ્યાં હતાં. બાળકોએ તેમને જોયાં હતાં, પણ રમતમાં હોવાથી બહુ ધ્યાન આપ્યું નહોતું. તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે માતાજી ઘરમાંથી બહાર જતાં રહ્યાં છે. પછી આખા બિલ્ડિંગમાં અને બિલ્ડિંગની બહાર તેમની તપાસ કરી, પણ કોઈને માતાજી મળ્યાં નહોતાં.’

માતાજીની ઉંમર છે અને તેઓ માનસિક રીતે સ્થિર પણ નથી એમ જણાવતાં કલ્લુ ચૌરસિયાએ કહ્યું હતું કે ‘રાતભર માતાજીની બધે જ તપાસ કર્યા પછી અમે નજીકમાં જ VP રોડ પોલીસ-સ્ટેશનમાં તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે. જોકે આજે બાર દિવસ થયા હોવા છતાં તેમનો કોઈ જ પત્તો નથી. અમે તેમને શોધવા અથાગ પ્રયત્નો કર્યા, પણ અમને માતાજીના કોઈ જ સમાચાર મળતા નથી.’

અમે તેમને શોધવા માટે સ્ટેશનો પર તેમના ફોટો સાથેનાં પોસ્ટરો લગાડ્યાં છે એમ જણાવીને કલ્લુ ચૌરસિયાએ કહ્યું હતું કે ‘અમારાં પોસ્ટરો જોઈને ૨૫ જૂને એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તેમણે માતાજીને ગેટવે ઑફ ઇન્ડિયા પર ફરતાં જોયાં હતાં. આ સમાચાર મળતાં જ અમારો પરિવાર ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી ગયો હતો. અમે ગેટવે ઑફ ઇન્ડિયા અને આસપાસના વિસ્તારોમાં તેમને શોવા માટે ખૂબ જ શોધખોળ કરી, પણ અમને તેઓ મળ્યાં નહોતાં. આથી અમારો પરિવાર ખૂબ જ ટેન્શનમાં છે.’

રોકડ ઇનામ

મારી માતાને શોધી આપનાર વ્યક્તિને અમે દસ હજાર રૂપિયાનું ઇનામ આપીશું એવી માહિતી આપતાં કલ્લુ ચૌરસિયાએ કહ્યું હતું કે ‘તેમની એક આંખ ખરાબ છે. ઉંમરને લીધે થોડાં માનસિક રીતે નબળાં બની ગયાં છે. તેમની હાઇટ અંદાજે પાંચ ફુટ બે ઇંચની છે અને રંગ ઘઉંવર્ણ છે. મારી માતાના કોઈને પણ કંઈ પણ સમાચાર મળે તો મારો 93245 15837 નંબર પર અથવા ભિખારી લાલનો 81692 93683 / 83558 48474 નંબર પર સંપર્ક કરીને જણાવે એવી અમારી નમ્ર વિનંતી છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2017 07:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK