Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાએ બે બાળકી સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ

મહિલાએ બે બાળકી સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ

16 December, 2020 11:40 AM IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાએ બે બાળકી સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ

પાંચ અને ચાર વર્ષની પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવનારી સુપ્રિયા ભોસલે

પાંચ અને ચાર વર્ષની પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવનારી સુપ્રિયા ભોસલે


કોલ્હાપુરના શિરોળ તાલુકામાં આવેલા જાંભળી ગામમાં એક ૨૪ વર્ષની ગૃહિણીએ તેની પાંચ અને ચાર વર્ષની પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સોમવારે બપોરે બની હતી. મહિલા ઘરેથી બપોરે પુત્રીઓ સાથે સ્કૂલે જવાનું કહીને નીકળ્યા બાદ સાંજે ઘરે પાછી ન આવતાં તપાસ કરતાં ત્રણેયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા. જોકે તેણે આ ચોંકાવનારું પગલું શા માટે ભર્યું હતું એ હજી સુધી જાણી શકાયું ન હોવાનું પોલીસે કહ્યું હતું.

સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ જાંભળીમાં ૨૪ વર્ષની ગૃહિણી સુપ્રિયા શિવાજી ભોસલે પાંચ વર્ષની મૃણ્મયી અને ચાર વર્ષની મૃણાલી નામની બે પુત્રી અને પતિ સાથે રહેતી હતી. સોમવારે બપોરે તે પુત્રીઓ સાથે ઘરેથી નીકળીને સ્કૂલે જવાનું કહ્યું હતું. સાંજ થયા પછી પણ સુપ્રિયા અને પુત્રીઓ ઘરે ન આવતાં તેના પતિ અને પરિવારજનો એને શોધવા નીકળ્યા હતા. ઘરની આસપાસ અને સ્કૂલના રસ્તાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસતાં સુપ્રિયા પિરાચા માળ નામના વિસ્તારમાં ગઈ હોવાનું જણાયું હતું. આથી આ વિસ્તારમાં તપાસ કરતાં ત્રણેયના મૃતદેહ અહીંના કૂવામાં પાણીની ઉપર તરતા જોવા મળ્યા હતા.   પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહ લોકોની મદદથી બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ કરવા માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી દીધા હતા. સુપ્રિયાનાં પાંચ વર્ષ પહેલાં લવ મૅરેજ થયાં હતાં. તેણે આ પગલું શા માટે ભર્યું હતું એનું ચોક્કસ કારણ જાણી ન શકાતાં પોલીસે એની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 11:40 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK