મુંબઇ (Mumbai)માં 22 વર્ષીય યુવતી સાથે ગેન્ગરેપ (GangRape)ની ઘટના સામે આવી છે. મુંબઇ પોલીસ (Mumbai Police) પ્રમાણે યુવતીએ ત્રણ યુવકો પર શહેરના એક હોટેલમાં એન્ગેજમેન્ટ પાર્ટી (Engagement Party)માં બોલાવીને ગેન્ગરેપ કરવાનો આરોપ મૂક્યો છે. ઘટના 8 નવેમ્બરની કહેવામાં આવી રહી છે. યુવતી પ્રમાણે તેની સાથે ગેન્ગરેપની આ ઘટના અંધેરી-કુર્લા રોડ (Andheri-Kurla Road) પર સ્થિત એક હોટેલમાં થઈ હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી લીધી છે. ત્રણેય આરોપી હાલ ફરાર જણાવવામાં આવી રહ્યા છે.
મુંબઇ મિરરના રિપૉર્ટ પ્રમાણે યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેને અને અન્ય બે મહિલાઓને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે પાર્ટીમાંથી બધાં મહેમાન ગયા તે દરમિયાન તેની સાથે સાથે ત્રણેય લોકોએ મળીને ગેન્ગરેપ કર્યો. ત્રણેય આરોપીઓની ઓળખ 28 વર્ષના અવિનાશ પેંગેરપ, 27 વર્ષના શિશિર અને 25 વર્ષના તેજસ તરીકે થઈ છે. કહેવામાં આવે છે કે અવિનાશે જ પોતાની સગાઇની પાર્ટીમાં યુવતીને બોલાવી હતી.
યુવતીએ ફરિયાદમાં કહ્યું કે તેને પાર્ટીમાં જબરજસ્તી શરાબ પીવડાવવામાં આવી. તેના પછી જ્યારે અન્ય બન્ને મહિલાઓ ગઈ. ત્યાર બાદ ત્રણેય આરોપી તેની પાસે ગયા અને તેની સાથે ગેંગરેપ કર્યો. યુવતીએ પોતાની સાથે થયેલી આ ઘટના વિશે કોઇને નહોતું કહ્યું. પણ શનિવારે તેણે પોતાના પરિવારને આ ઘટના વિશે બધી માહિતી આપી. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
મુંબઇ પોલીસનું કહેવું છે કે ત્રણેય આરોપી ફરાર છે પણ તેમને જલ્દી પકડી પાડવામાં આવશે. આની સાથે જ યુવતીનું કૂપર હૉસ્પિટલમાં મેડિકલ કરાવવમાં આવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
બેકારીનો સામનો કરી રહેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડતાં સારવાર માટે આર્થિક કટોકટી
16th January, 2021 10:57 ISTધનંજય મુંડેની ઘાત ગઈ?
16th January, 2021 10:53 ISTMaharashtra Vaccination Live: 11.15 વાગ્યે CM ઉદ્ધવ ઠાકરે BKCમાં લૉન્ચ કરશે વેક્સિનેશન ડ્રાઇવ
16th January, 2021 10:42 ISTઇડીને જ્યારે જરૂર પડશે ત્યારે હાજર રહીશ: એકનાથ ખડસે
16th January, 2021 10:40 IST