ચૂંટણી દરમિયાન ફેમસ થયેલી 'પીળી સાડીવાળી મહિલા'ને 'બિગ બોસ'માં લેવો છે ભાગ

Published: May 16, 2019, 18:17 IST | મુંબઈ

પીળી સાડી, ચહેરા પર કાળા ચશ્મા અને ગળામાં ચૂંટણી પંચનું આઈડી કાર્ડ. આ ફોટો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ મહિલાનું નામ છે રીના દ્વિવેદી.

રીના દ્વિવેદી
રીના દ્વિવેદી

પીળી સાડી, ચહેરા પર કાળા ચશ્મા અને ગળામાં ચૂંટણી પંચનું આઈડી કાર્ડ. આ ફોટો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ મહિલાનું નામ છે રીના દ્વિવેદી. લખનઉની રીના દ્વિવેદીના આ ફોટોઝ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સોશિયલ મીડિયા પર રીના દ્વિવેદીની સુંદરતાના બે મોઢે વખાણ થઈ રહ્યા છે. આ જ તમામ પ્રતિક્રિયાઓે તેમને માત્ર એક જ અઠવાડિયામાં PWDના જુનિયર આસિટન્ટ રીનાને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી. જો કે રીના હવે એક કદમ આગળ વધીને પોતાના સેલિબ્રિટી સ્ટેટસને આગળ વધારવા ઈચ્છે છે. રીનાએ કહ્યું છે કે જો તેમને આમંત્રણ મળ્યું તો તે બિગ બોસના રિયાલિટી શોમાં ભાગ લેવા ઈચ્છે છે.

 
 
 
View this post on Instagram

On duty.! #ReenaDwivedi #reena #lucknowblogger #lucknowites #lucknowdiaries

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) onMay 14, 2019 at 7:17am PDT

ઉલ્લેખનીય છે રીના દ્વિવેદીના ફોટોઝ પાંચ એપ્રિલથી વાઈરલ થયા હતા. તેઓ જ્યારે પોતાની પોલિંગ ટીમ સાથે નગરામના પોલિંગ સેન્ટર પર રવાના થઈ રહ્યા હતા, ત્યારે પીળી સાડીમાં રીનાના ફોટોઝ વાઈરલ થયા હતા. આ ફોટોઝ વાઈરલ થયા બાદ રીના ઈન્ટરનેટ પર Woman in a yellow saree નામથી ફેમસ થઈ છે.

રીનાએ કહ્યું કે,'મને મળેલી ઓળખ અને ફેમથી મારો પરિવાર ખુશ છે. જો મને તક મળશે તો બિગ બોસ મારા માટે ગોલ્ડન ચાન્સ હશે.' રીના દ્વિવેદી વધુમાં કહ્યું કે તેને તૈયાર થવું, મેક અપ કરવો ગમે છે. અને આ બધું કરવામાં કશું ખોટું નથી.

આ પણ વાંચોઃ અધધ 637 કરોડ રૂપિયામાં વેચાઈ સસલાની કલાકૃતિ!

ફોટોઝ બાદ ઈન્ટરનેટ પર રીનાના કેટલાક વીડિયોઝ પણ વાઈરલ થાય છે. એક વીડિયો પોલિંગ ડ્યુટીનો છે, જેના બેકગ્રાઉન્ડમાં સજના હૈ મુજે સજના કે લિયે ગીત વાગી રહ્યું છે. તો બીજા વીડિયોમાં રીના ડાન્સ કરતી દેખાઈ રહી છે. વધુ એક વીડિયો તેમની પોલિંગ પાર્ટી સાથેનો છે, જ્યારે એક વીડિયો આઉટિંગનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK