Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રવાસ દરમ્યાન પ્રસવપીડા ઊપડી મહિલાએ ઈગતપુરી સ્ટેશને બાળકને જન્મ આપ્યો

પ્રવાસ દરમ્યાન પ્રસવપીડા ઊપડી મહિલાએ ઈગતપુરી સ્ટેશને બાળકને જન્મ આપ્યો

27 July, 2020 01:14 PM IST | Mumbai Desk
Mumbai correspondent

પ્રવાસ દરમ્યાન પ્રસવપીડા ઊપડી મહિલાએ ઈગતપુરી સ્ટેશને બાળકને જન્મ આપ્યો

પ્રવાસ દરમ્યાન પ્રસવપીડા ઊપડી મહિલાએ ઈગતપુરી સ્ટેશને બાળકને જન્મ આપ્યો


કોરોનાકાળમાં પણ રેલવે દ્વારા અનેક જરૂરિયાતમંદોને ખરા સમયે મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ-વારાણસી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી પ્રિયંકા નામની મહિલાને પ્રવાસ દરમ્યાન જ પ્રસવપીડા ઊપડી હતી. એથી આ બાબતે ટ્રેનમાં અટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી. તેણે આગળ વાત કરતાં ઈગતપુરી સ્ટેશન પર એ ટ્રેન રવિવારે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે પહોંચી ત્યારે મહિલા માટે મદદ તૈયાર હતી. ઈગતપુરીના સ્ટેશન-મૅનેજર અવધેશ કુમારે રેલવે આરોગ્ય કેન્દ્રને જાણ કરી હતી એથી ડૉક્ટર જ્યોત્સ્ના, ઍડિશનલ રીજનલ મેડિકલ ઑફિસર અને તેમની ટીમે પૂરતી તૈયારી રાખી હતી. પ્રિયંકાએ રેલવે-સ્ટેશન પર જ એ મેડિકલ ટીમની મદદથી એક સુંદર અને સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા અને બાળકને ઈગતપુરીની ગ્રામીણ હૉસ્પિટલમાં સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયાં હતાં. હાલમાં માતા અને બાળક બન્નેની તબિયત સારી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2020 01:14 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK