Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાબુના સ્વાદનો રિવ્યુ કરે છે આ બહેન !

સાબુના સ્વાદનો રિવ્યુ કરે છે આ બહેન !

17 February, 2019 09:04 AM IST | ઈન્ડોનેશિયા

સાબુના સ્વાદનો રિવ્યુ કરે છે આ બહેન !

બોલો સાબુ ખાઈ જાય છે

બોલો સાબુ ખાઈ જાય છે


માર્કેટમાં મુકાતી ચીજો યુઝ કરીને એનો રિવ્યુ આપતી અનેક યુટ્યુબ ચૅનલો રાતોરાત હિટ થઈ ગઈ છે. એવામાં ઇન્ડોનેશિયાના જાવા પ્રાંતનાં ખોશિક અસિફા નામનાં બહેન પણ જોડાયાં છે. આ બહેને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લીન ઈટિંગ ટૅગ હેઠળ વિડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે. ખોશિકબહેનને ન ખાઈ શકાય એવી ચીજો ખાવાની આદત છે એટલે બહેન અલગ-અલગ બ્રૅન્ડના સાબુઓ લઈને એ સ્વાદમાં કેવા લાગે છે એનો રિવ્યુ આપે છે. પહેલાં બહેન સાબુનું રૅપર કાઢે, પાણીમાં પલાળે અને પછી જાણે કૅન્ડી ખાતી હોય એમ સાબુ ચૂસે છે અને બટકું ભરીને ટેસ્ટ પણ કરે. નવાઈની વાત એ છે કે આ બહેનને સાબુ ખાતાં જોવાનું પણ લોકોને ગમવા લાગ્યું છે. લોકો આ વિડિયોઝને લાઇક કરે છે અને કમેન્ટ્સ પણ આપે છે. હવે પછી તમે કઈ બ્રૅન્ડનો અને કઈ ફ્લેવરનો સાબુ ખાવાનાં છો એ જાણવાની પણ ઇન્તેજારી તેના ચાહકોમાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ પાંચ ફૂટનો સાપ શૂઝમાં છુપાઈ ગયો



૨૧ વર્ષની આ કન્યાએ બે વર્ષ પહેલાં સીક્રેટ રીતે સાબુ ખાવાનું શરૂ કરેલું. એ વખતે તે પ્રેગ્નન્ટ હતી અને તેને કંઈક વિચિત્ર ખાવાનું મન થતું હતું અને એમાં તેણે સોપ ચાટવાનું શરૂ કરી દીધેલું. તેને પહેલાં તો સાબુ ખાવાની આદત માટે બહુ ક્ષોભ થતો હતો અને પતિ અને સાસરિયાંથી એ છુપાવી રાખતી હતી, પણ હવે તેણે ખુલ્લેઆમ પોતાની આ આદત ઇન્સ્ટાગ્રામ પર તરતી મૂકી છે અને રાતોરાત સ્મૉલ ટાઉન સેલિબ્રિટી બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 09:04 AM IST | ઈન્ડોનેશિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK