બાળક માટે બેબાકળી બનેલી મહિલાએ બીજાની બાળકી ચોરી

Published: 9th January, 2021 08:20 IST | Samiullah Khan | Mumbai

વાંઝણી સ્ત્રીનું મહેણું ભાંગવા મલાડના માલવણીમાં મહિલાએ દરજીની નવજાત બાળકીની કરી ચોરી

માલવણી પોલીસ સ્ટેશનમાં માતા પૂજા સાથે બેબી વૈષ્ણવી (ડાબે),આરોપી સફલા નાઇક માલવણી પોલીસ-કસ્ટડીમાં
માલવણી પોલીસ સ્ટેશનમાં માતા પૂજા સાથે બેબી વૈષ્ણવી (ડાબે),આરોપી સફલા નાઇક માલવણી પોલીસ-કસ્ટડીમાં

માલવણી પોલીસે એક વર્ષની બાળકીનું અપહરણ કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેને બાળક થતું ન હોવાથી હતાશામાં આવીને તેણે આ બાળકી ચોરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ૨૪ વર્ષની સફલા નાઈક મલાડ-વેસ્ટમાં  ઘરકામ કરતી હતી, પરંતુ હાલમાં જ તેની નોકરી છૂટી ગઈ હતી. આ પહેલાં તે મલાડ-ઈસ્ટમાં આવેલા પુષ્પાપાર્કમાં એક અભિનેતાના ઘરે કામ કરતી હતી. જ્યારે તેણે પોતાના વતન જવાનો વિચાર કર્યો ત્યારે આ હરકત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સફલા નાઈકે પતિને વચન આપ્યું હોવાથી તે ખાલી હાથ વતનના ગામ જઈ શકે એમ નહોતી, પરિણામે તેણે બાળકીનું અપહરણ કરવાનો નિર્ણય લીધો હતો. રાતે તેણે પોતાનાં કપડા સીવતા દરજી અશોક રાઠોડને કહ્યું કે મારી નોકરી જતી રહી છે, મને એક દિવસ તમારા ઘરમાં આશરો આપો. પરંતુ સવારે તે તેમની એક વર્ષની બાળકીને લઈને ભાગી ગઈ હતી.

બાળકીને તેનાં માતા-પિતાને સોંપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK