પતિ/પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પત્ની અને દીકરીને ૩ વર્ષની સજા

Published: Dec 25, 2014, 02:47 IST

ઍડિશનલ સેશન્સ જજ વી. વી. વીરકરે થાણેના વાડા તાલુકામાં રહેનારી એક મહિલા અને તેની પુત્રીને પોતાના પતિ/પિતાની હત્યા કરવાના પ્રયાસમાં દોષી ઠેરવતાં ત્રણ વર્ષની સખત જેલ અને બન્નેને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.jailઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અશોક ખામકરે કોર્ટને જણાવ્યું હતું કે ‘કિસન નાના વાઘ (૪૮) નામના કર્મચારીએ પોતાની પહેલી પત્નીના અવસાન બાદ સુમન સાથે બીજાં લગ્ન કર્યા હતાં. આ બન્ને સુમનના પહેલા પતિની પુત્રી ચીમી સાથે રહેતાં હતાં. ચીમીનાં લગ્ન ભિવંડીમાં થયાં હતાં, પરંતુ તેના પતિએ તેને છોડી દેતાં બધાં સાથે રહેતાં હતાં. ચીમી ઘણી વાર એક માણસને ઘરે મળવા બોલાવતી હતી, જે તેના સાવકા પિતા કિસનને પસંદ ન હતું. જોકે સુમન પણ ચીમીનો જ સાથ આપતી હતી. એક દિવસ કિસન જ્યારે ઘરે હતો ત્યારે આ બન્ને મા-બેટીએ તેના પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી. ત્યાર બાદ તેને બળતો મૂકીને ભાગી ગયાં હતાં. બીજા દિવસે સવારે તેને લોકોએ હૉસ્પિટલમાં ખસેડ્યો અને સારવાર આપી હતી.’

કિસને આ બન્ને વિરુદ્ધ પોલીસને જણાવ્યું અને ગુનો સાબિત થતાં તેમને સજા કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK