પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ મહિલા-કૉન્સ્ટેબલ વિરુદ્ધ ત્રણ કેસ નોંધાયા

Updated: Feb 10, 2020, 10:48 IST | Samiullah Khan | Mumbai Desk

નવી મુંબઈમાં ન્હાવા શેવામાં દાખલ કરેલી ફરિયાદને પછીથી ચારકોપ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કલ્યાણ વિભાગમાં જીઆરપી સાથે સંલગ્ન એક મહિલા-કૉન્સ્ટેબલ વિરુદ્ધ છેલ્લા બે દિવસમાં ચારકોપ, બોરીવલી અને ન્હાવા શેવા (ઉરણ) પોલીસ સ્ટેશનમાં પોલીસ-કર્મચારી અને સીઆઇએસએફ પર હુમલો કરવાના ઉપરાઉપરી ત્રણ કેસ નોંધાયા હતા.
આઇએએસ ઑફિસર વિરુદ્ધ તેણે કથિત રીતે કરેલી બળાત્કારની ફરિયાદ અણસૂણી કરાતાં કૉન્સ્ટેબલ રોષે ભરાઈ હતી. તેણે નવી મુંબઈમાં ન્હાવા શેવામાં દાખલ કરેલી ફરિયાદને પછીથી ચારકોપ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અહીં પોલીસો આઇએએસ અધિકારી સામે કેસ દાખલ કરતાં અચકાઈ રહ્યા હોવાથી મહિલા-કૉન્સ્ટેબલ આક્રમક બની હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ મહિલા-કૉન્સ્ટેબલે ન્હાવા શેવામાં પણ સીઆઇએસએફ અધિકારી સાથે બદવ્યવહાર કર્યો હતો. મહિલા-કૉન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે આ આઇએએસ અધિકારી કાંદિવલી (પશ્ચિમ)ના ચારકોપ ખાતેના તેના ઘરે અવારનવાર આવતો હતો તથા તેના પર અનેક વાર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. કૉન્સ્ટેબલની ફરિયાદ પછી ન્હાવા શેવા પોલીસે કેસ ચારકોપ પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. ચારકોપ પોલીસ સ્ટેશન પર દબાણ વધારવા આ મહિલા-કૉન્સ્ટેબલ અનેક વાર પોલીસ સ્ટેશનમાં જઈ ધાંધલ મચાવતી હતી. જોકે પોલીસે હજી સુધી ઑફિસર વિરુદ્ધ કેસ ન નોંધતાં તેને માત્ર નોટિસ પાઠવી હતી. પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવવા અને અન્ય મહિલા-પોલીસો સાથે અભદ્ર વર્તન કરવા ઉપરાંત તેણે પોતાની જાતને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતાં તેના પર ઉપરાઉપરી ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK