પહેલા જ વરસાદમાં મુંબઈની લોકલ ટ્રેનો ઠપ

Published: Jun 11, 2019, 08:20 IST | મુંબઈ

મુંબઈમાં પહેલા જ વરસાદમાં લોકલ ટ્રેન સર્વિસ ઠપ થઈ ગઇ હતી. ગઈ કાલે રાત્રે સાડાનવ વાગ્યા બાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મુંબઈમાં પહેલા જ વરસાદમાં લોકલ ટ્રેન સર્વિસ ઠપ થઈ ગઇ હતી. ગઈ કાલે રાત્રે સાડાનવ વાગ્યા બાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બરલાઇન પર ટ્રેનવ્યવહાર અટકી ગયો હતો.

શહેરના કોપર રેલવે-સ્ટેશન પર લોકલના પૅન્ટોગ્રાફમાં ટેક્નિકલ ફૉલ્ટ સર્જાયો હતો. મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧ અને ૪ પર અમુક ભાગોમાં છાપરું ન હોવાથી પ્રવાસીઆþએને ભારે હાલાકી વેઠવી પડી હતી અને પ્લૅટફૉર્મ પર પાણી ભરાઈ ગયાં હતાં. બીજી બાજુ મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો હતો. કલ્યાણ સ્ટેશન પાસે ઇલેક્ટિÿસિટી પુરવઠો ઠપ થયો હતો. હાર્બરલાઇન પર ૧૫થી ૨૦ મિનિટ ટ્રેનો મોડી દોડી હતી. વેસ્ટર્ન રેલવેમાં બાંદરા સ્ટેશને લાંબા સમય સુધી ટ્રેનો અટકી ગઈ હતી. બીજી તરફ ભારે વરસાદને કારણે મોડી રાત્રે મુંબઈ એરર્પોટને બંધ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે ૧૧ ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  મુંબઇમાં આવી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ઇન્ડિયન મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈ દ્વારા ગઈ કાલે ૯.૩૦ કલાક બાદ જોરદાર પવન સાથે વીજળીના કડાકા-ભડાકાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આજે શહેરમાં જોરદાર વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેધર ડિપાર્ટમેન્ટે જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ભારે દબાણના પટ્ટા તૈયાર થઈ રહ્યા હોવાથી એની તીવþતા વધવાની શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK