Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજથી આ પિક્ચર લાગશે ગુજરાતમાં?

આજથી આ પિક્ચર લાગશે ગુજરાતમાં?

20 December, 2012 03:40 AM IST |

આજથી આ પિક્ચર લાગશે ગુજરાતમાં?

આજથી આ પિક્ચર લાગશે ગુજરાતમાં?








ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આજે લોકચુકાદો આવશે ત્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વિજય માટે થઈને ગઈ કાલે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે સામૂહિક ૧૩૫ આરતી કરવામાં આવી તો વડોદરામાં ૧૫૧ નાળિયેર હોમીને હવન કરવામાં આવ્યો હતો. જ્યારે  મોદીની જીતનું સેલિબ્રેશન પાંચ કિલો પેંડા વહેંચીને કરવાની જાહેરાત જનસંઘના કાર્યકરે કરી હતી.

અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ગઈ કાલે ગુજરાત ગૌરવ ફેન ક્લબ દ્વારા કરવામાં આવેલી સામૂહિક આરતી બાબતે ક્લબના પ્રેસિડન્ટ રાજીવ છાજરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થાય અને બીજેપી ૧૩૫ બેઠકો જીતે તેવી મંગલ કામના સાથે અમે પ્રતીકરૂપે ૧૩૫  આરતી કરીને માતાજીના આર્શીવાદ લીધા હતા.’

નરેન્દ્ર મોદીના વિજય માટે તેમ જ બીજેપી ૧૫૧ બેઠકો સાથે વિજય મેળવે એ માટે વડોદરામાં ગઈ કાલે હવન કરવામાં આવ્યો હતો, જેમાં ૧૫૧ નાળિયેર હોમવામાં આવ્યાં હતાં અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

વિજયની તૈયારી માટે કાર્યકરોએ ફટાકડા સંઘરી લેતાં માર્કેટમાં તંગી


ગઈ કાલે ગુજરાતની ત્રણ મહત્વની એવી જીપીપી, બીજેપી અને કૉન્ગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ફટાકડાની ધૂમ ખરીદી કરી હતી, જેને કારણે અત્યારે ગુજરાતઆખામાં ફટાકડાની તંગી સર્જાઈ ગઈ છે. અમદાવાદના ફટાકડાના હોલસેલ વેપારી અય્યુબ પાલખીવાલાએ કહ્યું હતું કે ‘કમુરતાંને કારણે અત્યારે ગુજરાતના વેપારીઓ પાસે અંદાજે અઢીથી ત્રણ કરોડની કિંમતનો ફટાકડાનો સ્ટૉક હતો પણ ઇલેક્શનના રિઝલ્ટને કારણે એ બધો સ્ટૉક ચોવીસ જ કલાકમાં વેચાઈ ગયો છે.’

બુકીઓને મતે મોદીને સો સીટ પણ નહીં મળે

સોમવારે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું વોટિંગ થયું એ દિવસે વિવિધ ટીવી ચૅનલોના એક્ઝિટ પોલમાં બીજેપી ૧૨૯થી ૧૪૦ બેઠકો જીતશે એવી આગાહી કરવામાં આવી હતી. જોકે બુકીઓનું માનવું છે કે બીજેપીને ૧૦૦ સીટો પણ માંડ મળશે. ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીની લીડરશિપમાં બીજેપીએ ૧૧૭ બેઠકો જીતી હતી.

ગુજરાતના સટ્ટાબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વખતે ચૂંટણી પર ૫૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. છ દિવસ પહેલાં બીજેપી ૧૦૦થી ઓછી બેઠકો જીતશે તેના સટ્ટા પર બુકીઓ ૧૧૪ પૈસાનો ભાવ ઑફર કરતા હતા, પણ અત્યારે બીજેપી ૧૦૦થી વધારે બેઠકો જીતશે તેના પર ૨૫૦ પૈસાનો ભાવ ઑફર થઈ રહ્યો છે, જ્યારે કૉન્ગ્રેસ ૬૫ કરતાં વધારે બેઠકો જીતશે તેના પર છેલ્લા કેટલાક દિવસોથી ૫૦૦ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે, જેમાં કાલે પણ કોઈ ચેન્જ થયો ન હતો. 


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2012 03:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK