Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ પ્રેમિકા પાસેથી દોઢ કરોડ રૂપિયા લઈ પતિને આપ્યા છૂટાછેડા

પત્નીએ પ્રેમિકા પાસેથી દોઢ કરોડ રૂપિયા લઈ પતિને આપ્યા છૂટાછેડા

07 January, 2021 08:59 AM IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્નીએ પ્રેમિકા પાસેથી દોઢ કરોડ રૂપિયા લઈ પતિને આપ્યા છૂટાછેડા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશની એક ગૃહિણીએ પતિની પ્રેમિકા પાસેથી મેઇન્ટેનન્સ-એલિમની રૂપે દોઢ કરોડ રૂપિયા લઈને છૂટાછેડા આપ્યા છે. ત્યારે સંબંધોમાં પૈસાનું મહત્ત્વ વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યું હતું. હિન્દી ફિલ્મ ‘જુદાઈ’માં શ્રીદેવીએ જે પાત્ર ભજવ્યું છે એ પાત્ર અમીર બનવા માટે તેના પતિ (અનિલ કપૂર)ને ચોક્કસ કિંમતે અન્ય સ્ત્રી (ઊર્મિલા માતોન્ડકર)ને સોંપી દે છે. પરંતુ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પતિને પ્રેમિકા જોડે રહેવાની છૂટ આપવા માટે પત્નીએ રહેવા માટે અપાર્ટમેન્ટ અને ૨૭ લાખ રૂપિયા રોકડા સહિત દોઢેક કરોડ રૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતું.

ભોપાલની અદાલતમાં એક સગીર વયના અરજદારે તેના પિતાને તેમની ઑફિસની તેમનાથી મોટી ઉંમરની સ્ત્રી જોડે આડો સંબંધ હોવાનું જણાવ્યું હતું. અદાલતમાં અનેક સુનાવણીઓ બાદ કાઉન્સેલિંગના તબક્કે બન્ને સંમતિપૂર્વક છૂટાં પડવા તૈયાર થયાં હતાં. એ વખતે પત્નીએ પતિ જે સ્ત્રી જોડે રહેવા ઇચ્છે છે તેની પાસેથી રહેવાનો અપાર્ટમેન્ટ અને રોકડા ૨૭ લાખ રૂપિયા સહિત કેટલીક માગણીઓ કરી હતી. કુલ દોઢેક કરોડ રૂપિયા ચૂકવીને છૂટાછેડા અપાયા હોવાનું સંબંધિત વકીલોએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 08:59 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK