મહિલાએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી

Published: 9th September, 2020 22:07 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

અમદાવાદ પોલીસે તાજેતરમાં જ એક મહિલાએ પોતાના પતિની હત્યા કરવા માટે પ્રેમીની મદદ લીધી હતી, તેમ જ હત્યા માટે પાંચ લાખ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ પોલીસે તાજેતરમાં જ એક મહિલાએ પોતાના પતિની હત્યા કરવા માટે પ્રેમીની મદદ લીધી હતી, તેમ જ હત્યા માટે પાંચ લાખ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. મહેમૂદપૂરા વિસ્તારમાં થયેલી હત્યામાં પોલીસે 43 વર્ષના આરોપીની ધરપકડ કરી છે.

પ્રમોદ પટેલ (43)એ કિંજલ પટેલ (25) સાથે લગ્ન કર્યા અને તેમને ચાર વર્ષનો પુત્ર પણ છે. પ્રમોદના આ ત્રીજા લગ્ન હતા. કિંજલ એક પર્સનલ કામ માટે હિંમતનગરના દાભલ ગામમાં આવી હતી અને ત્યાં અમરત રબારીને મળી અને તેના પ્રેમમાં પડી. આઠ મહિના પહેલા આ બંનેએ પ્રમોદની હત્યાનો પ્લાન બનાવ્યો.

અમરતે તેના મિત્ર સુરેશને પણ પ્લાનમાં સામેલ કર્યો, જે રાજસ્થાનમાં રહે છે. અમરતે પ્રમોદ ક્યાં કામ કરે છે તેની જાણકારી સુરેશને આપી. ગુરુવારે પ્રમોદે કિંજલને ફોન કર્યો કે તે મોડો આવશે, આ વાત કિંજલે અમરતને કરી. સુરેશ, અમરત અને બીજા બે વ્યક્તિઓએ પ્રમોદ ઉપર હથિયારથી હૂમલો કરીને હત્યા કરી. કિંજલ ઉપર કોઈને શંકા ન થાય એટલે તેણે સગા-સંબંધીઓને ફોન કર્યા કે પ્રમોદ હજી ઘરે આવ્યો નથી.

પોલીસે કહ્યું કે, કિંજલ અને અમરત અઢી વર્ષથી રિલેશનશીપમાં હતા. અન્ય આરોપીઓની ધરપકડ હજી બાકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK