WHOની ચેતવણીઃ ચીન નથી ગયા છતાંય કોરોનાનો શિકાર થઇ શકો છો

Published: Feb 10, 2020, 15:04 IST | Mumbai Desk | Mumbai

આમ તો આ વાઇરસ ચીનની બહાર બહુ ધીમી ગતીએ પ્રસરે છે પણ તેનો પ્રસાર વધી પણ શકે છે અને માટે તકેદારી જરૂરી છે.

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસને કારણે ભલભળાના જીવ તાળવે બંધાયેલા છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા વિશ્વનાં બધા જ દેશોમાં ચેતવણી જાહેર કરાઇ છે. WHOના મતે કોરોના વાઇરસનો શિકાર એ લોકોને પણ કોરોના વાઇસની અશર થઇ શકે છે જે ક્યારેય ચીન ગયા પણ ન હોય. WHOએ આ વાઇરસના ફેલાવા અંગે આખા વિશ્વને ચેતવા કહ્યું છે. આ વાઇસ ચીનની બહાર પ્રસરે તેવી પુરી શક્યતાઓ છે. આ સાથે WHOએ દેશોને અરજ કે તમામે આ વાઇરસ સામે લડી લેવા માટે તમામે તૈયાર રહેવાની જરૂર છે. WHOના વડા ટેડરોસ અદહાનોમ ગેબ્રેયસસે કહ્યું છે કે ક્યારેય ચીન ન ગયા હોય એવા લોકોને પણ કોરોના વાઇરસ સપાટામાં લઇ રહ્યો છે. કોરોનાની તલવાર વિશ્વ આખા પર તોળાઇ રહી છે. WHOના પ્રમુખે એ તમામ ડૉક્ટરો અને નર્સોની પ્રસંશા કરી છે જેઓ પોતાનો જીવ જોખમમાં નાખીને કોરોના વાઇરસનાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમના મતે દરેક દેશે એટલા સજ્જ રહેવું જરૂરી છે કે જેવી આ વાઇરસ પ્રસરવાની ખબર મળે કે તેઓ તેને રોકવાનાં પગલા તરત લઇ શકે, તે માટે તેમણે કોઇ તૈયારી ન કરવી પડે. આમ તો આ વાઇરસ ચીનની બહાર બહુ ધીમી ગતીએ પ્રસરે છે પણ તેનો પ્રસાર વધી પણ શકે છે અને માટે તકેદારી જરૂરી છે. કોરોના વાઇરસના ફેલાવાથી મરનારાઓનો આંકડો 908 થયો છે અને 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. વિવિધ દેશોએ વાઇરસ સામે લડત માટે ભંડોળ આપ્યું છે પરંતુ હજી સુધી 67 કરોડ 50 લાખ ડૉલરનીરકમ એકઠી નથી થઇ શકી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK