વાઇટ શાર્ક માછલીએ દરિયાની સપાટીથી ૧૫ ફુટી ઊંચો કૂદકો માર્યો
આ વાઇટ શાર્કે દરિયાની સપાટીથી ૧૫ ફીટ ઊંચી છલાંગ લગાવવાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે.
ડિસ્કવરી ચૅનલના શાર્ક વીકના ભાગરૂપે દક્ષિણ આફ્રિકાના સીલ આઇલૅન્ડ પાસે દરિયામાં ક્રિસ ફાલોઝ દ્વારા લેવાયેલી વાઇટ શાર્કની તસવીરોને આધારે દરિયા કે નદીમાં અંદરથી નીકળીને સપાટીની બહાર કૂદકો મારવાના માછલીઓના વિક્રમમાં સૌથી મોટો વિક્રમ નોંધાયો છે. અન્યો આ પ્રકારની ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. પરંતુ આ ફોટોગ્રાફસ ટો-કૅમેરા વડે લેવામાં આવ્યા છે. આ વાઇટ શાર્કે દરિયાની સપાટીથી ૧૫ ફીટ ઊંચી છલાંગ લગાવવાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે. દરિયામાં વ્હેલ્સ, શાર્ક તથા અન્ય મોટા કદની માછલીઓની તસવીરો લેનારા ફોટોગ્રાફર્સ નેચર ઍન્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની દુનિયામાં ઘણી ખ્યાતિ ધરાવે છે.