જ્યારે ઝાડ પર ચઢીને બિગ-બીના વિદેશી ચાહકે લલકાર્યું આ ગીત, જુઓ વીડિયો

Published: 30th July, 2020 11:22 IST | Gujarati Mid-day Online Correspondent | Nigeria

અમિતાભ બચ્ચનના દરેક ભારતીય ફૅન્સ એમની ફિલ્મના ગીત અને ડાયલૉગ્સ બોલતા હોય છે. પણ અમિતાભ બચ્ચનના એક વિદેશી ચાહકે તો કમાલ કરી દીધી છે

અમિતાભ બચ્ચનનો નાઈજીરિયન ફૅન
અમિતાભ બચ્ચનનો નાઈજીરિયન ફૅન

કોરોના વાઈરસના ફેલાયેલા આંતક વચ્ચે બધા લોકો 4 મહિનાથી પોતાના ઘરમાં કેદ છે. પોતાનો સમય પસાર કરવા જાત-જાતની પ્રવૃતિઓ કરતા હોય છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડ સેલેબ્સ પણ વિવિધ એક્ટિવિટી કરતી નજરે ચડી રહી છે. હાલ એવો એક વીડિયો વાઈરલ થયો છે, જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

વાત કરીએ બૉલીવુડના મહાનાયકની તો, અમિતાભ બચ્ચને ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે, જેને આજે પણ ઘણી પસંદ કરવામાં આવ છે. એમની ફિલ્મના ગીત આજે પણ ઘણા ફૅમસ છે. દરેક ભારતીય ફૅન્સ એમની ફિલ્મના ગીત અને ડાયલૉગ્સ બોલતા હોય છે. પણ અમિતાભ બચ્ચનના એક વિદેશી ચાહકે તો કમાલ કરી દીધી છે. આ વિદેશી માણસે બિગ-બીના ફિલ્મનું ગીત ગાયું. એ પણ ઘણા સ્પષ્ટ શબ્દોમાં ગાયુ, કે સાંભળીને તમે પણ ચોકી જશો. આ વીડિયોને ટ્વિટર પર ઈન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસરે સુશાંત નંદાએ શૅર કર્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદેશી માણસ ઝાડ પર ચઢ્યો છે અને અમિતાભ બચ્ચનની ફિલ્મ અંધા કાનૂનનું ગીત 'રોતે-રોતે હંસના સીખો...'ગાઈ રહ્યો છે. મ્યૂઝિક માટે એમણે તાળીનો ઉપયોગ કર્યો છે. સાથે ઉભા લોકોએ પણ એનો સાથ આપ્યો અને એનો ઉત્સાહ વધાર્યો. આ વીડિયોને જોઈને તમે પણ અંદાજો લગાવી શકો છે કે અમિતાભ બચ્ચનના ભારત સાથે વિદેશમાં પણ ઘણા ફૅન્સ છે.

આ વીડિયો નાઇજીરિયાનો છે. આ વિદેશી માણસ એકદમ સૂરમાં ગીત ગાઈ રહ્યો છે. સુશાંતે આ વીડિયોને 30 જૂલાઈની સવારે શૅર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 7800થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ 700થી વધારે લાઈક્સ અને 158 જેટલા લોકો રિ-ટ્વિટ્સ કરી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ઘણો પંસદ આવી રહ્યો છે અને લોકોએ જાત-જાતની પ્રતિક્રિયા પણ આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK