ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવ્યું તો ફોટોમાં મહિલાના ચહેરાને બદલે ખાલી ખુરસી આવી

Published: Aug 14, 2020, 11:13 IST | Mumbai correspondent | Mumbai Desk

મહિલાએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રોસીજર ઑનલાઇન કરી હતી અને ગયા અઠવાડિયે એ મહિલાને તેનું લાઇસન્સ પાછું મળ્યું હતું.

ડ્રાઇવિંગ લાઇસન્સના ફોટો આઇડેન્ટિટી કાર્ડ પર એ મહિલાના ફોટોગ્રાફની જગ્યાએ ફર્નિચર શોરૂમમાં મૂકેલી ખાલી ખુરસીનો ફોટો હતો.
ડ્રાઇવિંગ લાઇસન્સના ફોટો આઇડેન્ટિટી કાર્ડ પર એ મહિલાના ફોટોગ્રાફની જગ્યાએ ફર્નિચર શોરૂમમાં મૂકેલી ખાલી ખુરસીનો ફોટો હતો.

અમેરિકાના ટેનસી રાજ્યના સેન્ટરવિલેમાં જેડ ડોડ નામની એક મહિલાએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાની અરજી કરી હતી. જોકે જ્યારે તેના હાથમાં રિન્યુ થયેલું લાઇસન્સ આવ્યું ત્યારે તે દંગ રહી ગઈ. એમાં ચોંટાડેલો ફોટો જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. મહિલાએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રોસીજર ઑનલાઇન કરી હતી અને ગયા અઠવાડિયે એ મહિલાને તેનું લાઇસન્સ પાછું મળ્યું હતું. ડ્રાઇવિંગ લાઇસન્સના ફોટો આઇડેન્ટિટી કાર્ડ પર એ મહિલાના ફોટોગ્રાફની જગ્યાએ ફર્નિચર શોરૂમમાં મૂકેલી ખાલી ખુરસીનો ફોટો હતો. એ મહિલાએ સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી ત્યારે ત્યાંની કારકુને કહ્યું હતું કે હું મારા ઉપરી મૅનેજરને પૂછીને જવાબ આપીશ. જોકે ટેનસી સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઑફ સેફ્ટી ઍન્ડ હોમલૅન્ડ સિક્યૉરિટીએ યોગાનુયોગ આકસ્મિક રીતે અયોગ્ય ફોટોગ્રાફ સેવ કરવાને કારણે ભૂલ થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી.
માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આવા છબરડા થતા રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK