સચિનની પહેલવહેલી BMW સેકન્ડ-હૅન્ડ હતી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-કારકિર્દીનાં ચાર વર્ષ પૂરાં કર્યા બાદ ૧૯૯૩માં ૨૦ વર્ષની ઉંમરે તેણે એક BMW કાર ખરીદી હતી. સચિને કહ્યું હતું કે ‘BMW પ્રત્યે શરૂઆતથી જ મને લગાવ હતો, ૧૯૯૩માં મેં પહેલી સેકન્ડ-હૅન્ડ કાર ખરીદી અને ચલાવી હતી. એ વખતે મારી પાસે એટલા રૂપિયા નહોતા એટલે મેં સેકન્ડહૅન્ડ BMW ખરીદી એને ચલાવવાની મજા માણી હતી. ત્યાર બાદ તો મેં બીજી ઘણી BMW કાર ખરીદી, પણ પહેલી વાર ખરીદેલી ગ્પ્ષ્નો અનુભવ કંઈક અલગ જ હતો.’
ગઈ કાલે લૉન્ચ થયેલી કારના પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિએન્ટ છે તથા કિંમત ૨૮.૯૦ લાખ રૂપિયાથી માંડીને ૩૭.૯૦ લાખ રૂપિયા છે.
ADVERTISEMENT
BMW = Bavarian Motor Works - બવેરિયન મોટર વર્ક્સ
- તસવીર : સુરેશ કે. કે.