Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંત્રાલયની એ મીટિગમાં રશ્મિ ઠાકરેનો ભાણેજ શું કરતો હતો?

મંત્રાલયની એ મીટિગમાં રશ્મિ ઠાકરેનો ભાણેજ શું કરતો હતો?

04 December, 2019 08:33 AM IST | Mumbai
Sanjeev Shivadekar

મંત્રાલયની એ મીટિગમાં રશ્મિ ઠાકરેનો ભાણેજ શું કરતો હતો?

ઉદ્ધવ સરકારની મંત્રાલયની મીટિંગ

ઉદ્ધવ સરકારની મંત્રાલયની મીટિંગ


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ઉદ્ધવ ઠાકરેને અઠવાડિયું પૂરું થયું નથી ત્યાં તેમની અણઘડતાના સવાલ ઊભા થાય એવી વિવાદાસ્પદ ઘટના બની રહી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની કેટલાક આઇએએસ અમલદારો સાથે મુંબઈ અને આસપાસના કોંકણ જેવા કાંઠાળ ક્ષેત્રોમાં પર્યટનના વિકાસ માટેની બેઠકમાં તેમનાં પત્ની રશ્મિ ઠાકરેના ભાણેજ વરુણ સરદેસાઈની હાજરીનો વિવાદ જાગ્યો છે. એ અણઘડતાથી સરકારી અમલદારો ઉપરાંત મહા વિકાસ આઘાડીના સાથીપક્ષો એનસીપી અને કૉન્ગ્રેસ પણ નારાજ છે. વરુણ સરદેસાઈએ પોતે એ મીટિંગમાં મુખ્ય પ્રધાનના કહેવાથી સત્તાવાર રીતે હાજર રહ્યા હોવાનો દાવો કર્યો છે.
મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ‘લોકપ્રતિનિધિ કે સરકારી તંત્રનો હિસ્સો ન હોય એવી વ્યક્તિ સત્તાવાર બેઠકમાં કેવી રીતે સામેલ થઈ શકે? ઠાકરે પરિવારનો સભ્ય કંઈ પર્યટનનો નિષ્ણાત નથી. તેણે બેઠકમાં હાજરી આપવાનું કોઈ કારણ નથી.’
એ ઘટનાનો બચાવ કરતાં શિવસેનાના મીડિયા ઍડ્વાઇઝર હર્ષલ પ્રધાને જણાવ્યું હતું કે વરુણ કુતૂહલને કારણે મીટિંગમાં પહોંચ્યો હોય એવું બન્યું હશે.

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો



મંત્રાલયની ઉક્ત બેઠક પૂર્વે યુવા સેનાની બેઠક યોજાઈ હતી. યુવા સેનાના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે ‘અમે યુવા સેનાના કાર્યકરોને શિવસેના સત્તા પર હોવાને કારણે કામકાજ કરાવવા માટે મંત્રાલયના આંટાફેરા નહીં કરવાની સૂચના આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 08:33 AM IST | Mumbai | Sanjeev Shivadekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK