આ તે વળી કેવું ઍડ્રેસ ?: ૪૪૮ છઠ માતાના મંદિર પાસે આવીને ફોન કરજો

Published: Jul 12, 2020, 09:20 IST | Mumbai correspondent | Mumbai Desk

રાજસ્થાનના એક મહાશયે શૉપિંગ સાઇટ પર સામાનનો ઑર્ડર કર્યા પછી પોતાના ઍડ્રેસમાં ઘર નંબર, ગલી કે અપાર્ટમેન્ટનું નામ આપવાને બદલે કાંઈક આ પ્રમાણે ઍડ્રેસ આપ્યું છે

આવું તે કેવું સરનામું
આવું તે કેવું સરનામું

ઑનલાઇન શૉપિંગનું ચલણ હવે અનેકગણું વધ્યું છે. જોકે ઑનલાઇન શૉપિંગમાં ડિલિવરી માટે પાકું ઍડ્રેસ હોવું ખૂબ અગત્યનું છે. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ પૅકેટમાં આપવામાં આવેલું ઍડ્રેસ ખૂબ અચરજ પમાડનારું છે.
રાજસ્થાનના એક મહાશયે શૉપિંગ સાઇટ પર સામાનનો ઑર્ડર કર્યા પછી પોતાના ઍડ્રેસમાં ઘર નંબર, ગલી કે અપાર્ટમેન્ટનું નામ આપવાને બદલે કાંઈક આ પ્રમાણે ઍડ્રેસ આપ્યું છે : ‘૪૪૮ છઠ માતાનું મંદિર, મંદિર પાસે આવીને ફોન કરશો હું નીચે આવી જઈશ, શિવપુરા.’ કહેવાય છેને ભારતીયોના જુગાડને કોઈ ન પહોંચે!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK