Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > CO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં

CO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં

16 January, 2021 03:11 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

CO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)


કોરોના વાયરસ (COVID-19)ને નાબુદ કરવા અને રસીકરણની શરૂઆત કરવા માટે દેશે બરાબર કમ્મર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી છે. આ સાથે જ તેમણે કો-વિન (CO-WIN App) પણ લોન્ચ કર્યું છે. કોરોના વેક્સિનેશન માટે સરકાર દ્વારા એક સિસ્ટમ બનાવવામાં આવી છે અને સિસ્ટમનું નામ CO-WIN છે. આમ તો સરકારે જણાવ્યું જ છે કે કોરોના વેક્સિનની સંપૂર્ણ પ્રક્રિયા CO-WIN એપ્લિકેશન દ્વારા જ થશે. CO-WIN એપને લઈને લોકોના મનમાં અનેક સવાલ થઈ રહ્યા છે અને ઘણી નકલી એપ આ જ નામથી બજારમાં આવી ચૂકી છે, જેને લઈને આરોગ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. લોકોના મનમાં ઊભા થયેલા પ્રશ્નોનો જવાબ મળી જાય તે માટે અહીં અમે તમને જણાવીએ છીએ કે CO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? કઈ રીતે થશે રજિસ્ટ્રેશન? વગેરે વગેરે વગેરે...

શું છે CO-WIN એપ અને એ કેવી રીતે કાર્ય કરે છે?



CO-WIN એપ્લિકેશન ભારતમાં કોરોના વેક્સિનેશન માટેની વ્યવસ્થાપન સિસ્ટમ છે, જે ક્લાઉડ આધારિત છે. આ એપ્લિકેશનમાં વેક્સિનેશન સેન્ટરથી લઈને વેક્સિન લેનારા લોકોની સંપૂર્ણ યાદી હશે. કોરોનાની વેક્સિન લેવી હોય તો CO-WIN એપ્લિકેશનમાંથી જ અરજી કરવી પડશે. કોવિન એપ્લિકેશનમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયાનું સંપૂર્ણ ટ્રેકિંગ હશે. એમાં ભારતમાં લગાવવામાં આવતી વેક્સિનનાં સંપૂર્ણ લેખાં-જોખાં જળવાઈ રહેશે. આ સાથે જ કોને, ક્યારે, ક્યાં અને કઈ વેક્સિન આપવામાં આવી એ બાબતની પણ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હશે. કોવિન એપમાં ભારતમાં કોરોના વેક્સિનેશનનો સંપૂર્ણ ડેટા બેઝ રહેશે.


હવે આપ ગૂગલ પ્લે-સ્ટોરથી CO-WIN એપને ડાઉનલોડ કરી શકો છો. CO-WIN એપ્લિકેશનને Android, iOS અને KaiOS બધા માટે લોન્ચ કરવામાં આવશે. નોકિયાના 4જી ફોન યુઝર્સ અને જિયો ફોન યુઝર્સ પણ પોતાના ફોનમાં CO-WIN એપ ડાઉનલોડ કરી શકશે. કોવિન એપમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાનકાર્ડ વગેરે દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે. Android વર્ઝન લાઇવ થઈ ગયું છે.

Co-WIN એપ્લિકેશનમાં શું છે?


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે Co-WIN એપમાં પાંચ મોડ્યુલ છે, જેમાં વહીવટી મોડ્યુલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યુલ, ત્રીજું વેક્સિનેશન મોડ્યુલ, ચોથું લાભપ્રાપ્ત સ્વીકૃતિ મોડ્યુલ અને પાંચમું રિપોર્ટ મોડ્યુલ સામેલ છે. આ મોડ્યુલોમાંથી પ્રથમ એક વહીવટી મોડ્યુલ છે, જેમાં વેક્સિન માટેનું સત્ર નક્કી કરવામાં આવશે અને વેક્સિન લગાવનારા લોકો અને સંચાલકોને સૂચના મોકલવામાં આવશે.

રજિસ્ટ્રેશન મોડ્યુલમાં તમે જાતે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ મોડ્યુલ માટે કોઈ સંસ્થા થોકમાં તે લોકોનું રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેમને વેક્સિનની જરૂર હોય છે. બેનિફિટ સ્વીકાર્યતા મોડ્યુલમાં ક્યુઆર કોડના આધારે વેક્સિનેશનનું પ્રમાણપત્ર મળશે.

આ છે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા

1. Co-WIN એપ/ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન

2. સ્થાન અને તારીખ સાથે મેસેજ મળશે

3. વેક્સિન સેન્ટર પર જઈને મેસેજ બતાવવાનો રહેશે

4. ઓળખપત્રની ચકાસણી થશે

5. OTP દ્વારા Co-WIN એપ પર વેરિફિકેશન

6. વેક્સિન અપાશે અને ડેટા અપલોડ થશે

7. વેક્સિનના બીજા ડોઝ માટે મેસેજ મળશે

8. સાઈડ ઇફેક્ટની તપાસ માટે 30 મિનિટ સુધી સેન્ટર પર જ રહેવું પડશે

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 03:11 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK