Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેશર કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ટેટાની લડી મૂકીને એને ગરમ કરો તો શું થાય?

પ્રેશર કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ટેટાની લડી મૂકીને એને ગરમ કરો તો શું થાય?

10 April, 2020 12:44 PM IST | Mumbai Desk

પ્રેશર કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ટેટાની લડી મૂકીને એને ગરમ કરો તો શું થાય?

પ્રેશર કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ટેટાની લડી મૂકીને એને ગરમ કરો તો શું થાય?


કહેવત છે કે ગાંડાનાં કાંઈ ગામ ન વસે. એ વાત આ ભાઈને બરાબર લાગુ પડે છે. સસ્તી પ્રસિદ્ધિ માટે આજકાલના જુવાનિયાઓ ટિકટૉક પર કોઈ પણ પ્રયોગ કરતા ફરે છે. ક્યારેક તેમના એવા અખતરા જોઈને વિચાર આવે કે આવું અળવીતરું કામ લોકોને સૂઝતું કેવી રીતે હશે? આ વિડિયો બે પાર્ટમાં બન્યો છે. પહેલા પાર્ટમાં એક યુવક કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ફટાકડાની લડી ગોઠવી રહ્યો છે અને તેની સાથે તેનો એક સાથીદાર પણ છે, જે તેને સૂચન કરી રહ્યો છે. પહેલા વિડિયોમાં તેઓ ચર્ચા કરે છે કે ટેટાને ગરમ કરવા મૂકો ત્યારે એના પર સીટી ભરાવેલી રાખવી કે નહીં? આખરે સીટી નહીં રાખવાનું નક્કી થાય છે. એ પછી કુકરમાં ટેટાની લડી મૂક્યા પછી કૂકરને ચૂલો પર મૂકી દેવામાં આવે છે. ગરમ થતાં જ કુકરના શું હાલ થાય છે એ જોવા માટે તેઓ દૂર નાસી જાય છે. એકદમ ખુલ્લા વાતાવરણમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

બીજા પાર્ટમાં કુકરમાં ફટાકડા ફૂટવાથી શું થાય છે એ જોવા મળે છે. ફટાકડામાં આગ લાગતાં જ કુકર ફાટે છે અને એમાંથી ધડાધડ ફટાકડા ફૂટે છે. આ વિડિયો સ્લો-મોશનમાં બેથી ત્રણ ઍન્ગલમાં દેખાડવામાં આવ્યો છે.‍



જોકે આ અખતરાબાજ આ પહેલાં પણ આવાં ગતકડાં કરી ચૂક્યો છે, જેમ કે ગૂંદર અને પાણીનું તથા ઈંડાં અને ઍસિડનો પણ અખતરો કરી ચૂક્યો છે. ટિકટૉક પર તેના ૬ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 12:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK