બન્ને હાથ નથી તો શું થયું? માત્ર દાઢ‌ીથી સ્નૂકર રમે છે આ યુવાન

Published: 24th October, 2020 08:09 IST | Mumbai correspondent | Mumbai

ણા વર્ષોથી સ્નૂકરની ગેમ ટીવી પર જોયા કરવાની આદત પડી ગયેલી. ક્યાંથી તેને આ ચસકો લાગ્યો એ તેને યાદ નથી, પરંતુ જોતાં-જોતાં તેણે જાતે ગરદન-દાઢીનો ઉપયોગ કરીને સ્નૂકરના સ્ટ્રોક્સ મારવાનું શીખી લીધું.

બન્ને હાથ નથી તો શું થયું? માત્ર દાઢ‌ીથી સ્નૂકર રમે છે આ યુવાન
બન્ને હાથ નથી તો શું થયું? માત્ર દાઢ‌ીથી સ્નૂકર રમે છે આ યુવાન

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા ૩૨ વર્ષના મોહમ્મદ ઇકરામના જઝબાને જોઈને સલામ કરવાનું મન થઈ આવશે. ઇકરામને બન્ને હાથ નથી છતાં તે પોતાની ગરદન અને દાઢીનો ઉપયોગ કરીને જે રીતે સ્નૂકર રમે છે એ જોઈને ભલભલ દંગ રહી જાય છે. એક ગરીબ પરિવારમાં જ્યાં નવ ભાઈબહેનોની વચ્ચે જન્મેલો ઇકરામ ખૂબ અછતમાં ઉછર્યો છે અને ભણી શક્યો નથી. જોકે તેની પાસ્ટ-ટાઇમ ઍક્ટિવિટીએ તેને જબરી ફેમ અપાવી દીધી છે. તેને ઘણા વર્ષોથી સ્નૂકરની ગેમ ટીવી પર જોયા કરવાની આદત પડી ગયેલી. ક્યાંથી તેને આ ચસકો લાગ્યો એ તેને યાદ નથી, પરંતુ જોતાં-જોતાં તેણે જાતે ગરદન-દાઢીનો ઉપયોગ કરીને સ્નૂકરના સ્ટ્રોક્સ મારવાનું શીખી લીધું. હવે તે જે અવ્વલ દરજ્જાનું સ્નૂકર રમે છે કે પ્રોફેશનલ પ્લેયરો પણ એની સામે પાણી ભરે છે. લગભગ આઠ વર્ષથી તે દાઢીથી સ્નૂકર બૉલને ચોક્કસ દિશામાં પુશ કરવાની પ્રૅક્ટિસ કરતો આવ્યો છે અને હવે એમાં તેની જબરી હથરોટી આવી ગઈ છે. પાકિસ્તાનના ક્યુમાસ્ટર સ્નૂકર ક્લબના મિયાં ઉસ્માન અહમદનું કહેવું છે કે તેમની ક્લબ વતી ઇકરામ સ્નૂકર ટુર્નામેન્ટમાં અનેક ઇનામો અને ટ્રૉફીઓ પણ જીતી લાવ્યો છે. હાથ ન હોવા છતાં તે સ્નૂકર બોર્ડ પર બીજા કોઈનીયે હેલ્પ લેતો નથી અને જાતે જ બૉડી અને ગરદનને સ્ટ્રેચ કરીને સ્ટ્રોક્સ મારે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK