દિલ્હીમાં જે થયું તે રોજ ટીવી પર કેમ બતાવાય છે? : શરદ પવાર

Published: Apr 07, 2020, 09:56 IST | Agencies | Mumbai

દેશમાં કોરોના વાઇરસના વ્યાપક પ્રસાર માટે જવાબદાર ઠરેલા નવી દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબ્લિગી જમાતના ધાર્મિક સંમેલન માટે પરવાનગી કોણે આપી હતી એવો પ્રશ્ન એનસીપી સુપ્રીમો શરદ પવારે ગઈ કાલે ઉઠાવ્યો હતો.

શરદ પવાર
શરદ પવાર

દેશમાં કોરોના વાઇરસના વ્યાપક પ્રસાર માટે જવાબદાર ઠરેલા નવી દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબ્લિગી જમાતના ધાર્મિક સંમેલન માટે પરવાનગી કોણે આપી હતી એવો પ્રશ્ન એનસીપી સુપ્રીમો શરદ પવારે ગઈ કાલે ઉઠાવ્યો હતો.

આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આવા જ એક સંમેલન માટે પરવાનગી નકારી કાઢી હોવાનું પવારે ફેસબુક પર લોકો સાથે લાઇવ ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અગાઉ મુંબઈ અને સોલાપુર એમ બે મોટા સંમેલનો માટે પરવાનગી માગવામાં આવી હતી, જેમાંથી મુંબઈમાં સંમેલન યોજવાની પરવાનગી પહેલાં જ નકારી કાઢવામાં આવી હતી, જ્યારે કે સોલાપુરમાં રાજ્ય સરકારની સલાહની અવગણના કરવા બદલ આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવો નિર્ણય લઈ શકતાં હોય તો દિલ્હીમાં આવા સંમેલન યોજવા માટે પરવાનગી કોણે આપી એવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.

નિઝામુદ્દીનના સંમેલનને મીડિયા દ્વારા ઉછાળવામાં આવ્યો હોવા વિશે નારાજગી દર્શાવતાં તેમણે કહ્યું હતું કે કોઈ એક કોમને અકારણ ટાર્ગેટ કરતા મુદ્દાને ટીવી પર રોજ ઉછાળવો જરૂરી છે? અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના ૪૦૦ કરતાં વધુ કેસ અને ૧૫ કરતાં વધુ મૃત્યુને આ સંમેલન સાથે જોડવામાં આવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK