રોજ વેડફાઈ રહ્યું છે હજારો લિટર પાણી

Published: 2nd August, 2012 07:01 IST

મેઇન પાઇપલાઇનમાંથી ૧૫ દિવસથી થતા ગળતરને રોકવા વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કોઈ પગલાં લીધા  નથી

water-failપ્રીતિ ખુમાણ

વસઈ-ઈસ્ટના એવરશાઇન સિટી પરિસરમાં આવેલી પાણીની પાઇપલાઇન લગભગ ૧૫ દિવસથી પણ વધારે સમયથી લીકેજ થઈ રહી છે અને એના કારણે દરરોજ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે, પણ એને રિપેર કરવાની પ્રશાસન જરા પણ તસ્દી લઈ રહ્યું હોય એવું લાગતું નથી.

વસઈ-ઈસ્ટના એવરશાઇન સિટી પરિસરમાં આવેલા સાતીવલી રોડના કૉર્નરની બાજુએ આવેલી મેઇન પાઇપલાઇન, જેના દ્વારા વસઈગરાને પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે એ પાઇપલાઇનમાંથી છેલ્લા ૧૫ દિવસથી પણ વધારે સમયથી ભારે લીકેજ થઈ રહ્યું છે. દરરોજ લગભગ હજારો લિટર પાણી એનાથી વેડફાઈ રહ્યું છે. આમ વસઈગરાને પાણીની અછતની સમસ્યાથી ભારે હેરાન થવું પડે છે એમાં પ્રશાસન દ્વારા જોવા મળતી આવી લાપરવાહીને કારણે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. વસઈમાં રહેતા લોકોને ઘણી વાર તો ભારે પાણીકાપ વેઠવો પડે છે, પણ આવી રીતે પાણીનું લીકેજ થતાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. એને રિપેર કરવા પ્રશાસન ૧૫ દિવસ ઉપર થવા આવ્યું એમ છતાંય કોઈ પગલાં લઈ નથી રહ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK