Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આ મોર કોનો?

19 February, 2021 10:15 AM IST | Wellingto
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મોર કોનો?

આ મોર કોનો?


ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટન સિટીના રસ્તા પર ફરતા મળેલા મોરના માલિકને સ્થાનિક પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ શોધે છે. સ્થાનિક લોકોને શહેરના ન્યુલૅન્ડ્સ વિસ્તારમાં રસ્તા પર મોર ફરતો જોવા મળ્યો હતો. એ મોરની તસવીરો તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ભારત તથા અગ્નિ એશિયાના કેટલાક દેશો તથા મધ્ય આફ્રિકા મોરનાં મૂળ વતન છે. જંગલ ખાતાના કર્મચારીઓ એ મોરને પકડીને મોઆ ઍનિમલ વેલ્ફેર સેન્ટરમાં લઈ ગયા હતા. એ મોર માણસો સાથે હળીમળીને રહેતો હોવાથી પાળેલો હોય એવું લાગી રહ્યું છે. પાળેલો મોર ભૂલો પડી ગયો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ લખીને જણાવ્યું છે કે ‘તમે મોરના માલિક હો કે માલિકને જાણનાર વ્યક્તિ હો તો મહેરબાની કરીને વેલિંગ્ટન સિટી કાઉન્સિલની ઑફિસનો સંપર્ક સાધો.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 10:15 AM IST | Wellingto | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK