મરાઠી નાટ્યલેખક રત્નાકર મતકરીનું 81 વર્ષની વયે કોરોનાવાઇરસને કારણે નિધન

Updated: May 19, 2020, 18:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સાહિત્ય એવોર્ડ વિજેતા રત્નાકરની વય 81 વર્ષ હતી અને તેમણે 33 નાટકો લખ્યા હતા તથા ટૂંકી વાર્તાઓનાં 18 પુસ્તકો પણ લખ્યા છે.

રવિવારે રાત્રે જાણીતા નાટ્યકાર રત્નાકર મતકરીનું નિધન થયું, તેઓ Covid-19થી સંક્રમિત હતા. સા
રવિવારે રાત્રે જાણીતા નાટ્યકાર રત્નાકર મતકરીનું નિધન થયું, તેઓ Covid-19થી સંક્રમિત હતા. સા

કોરોના વાઇરસે મરાઠી નાટ્યભૂમિ પર પણ કોરોના વાઇરસે પોતાનો કેર વર્તાવ્યો છે. રવિવારે રાત્રે જાણીતા નાટ્યકાર રત્નાકર મતકરીનું નિધન થયું, તેઓ Covid-19થી સંક્રમિત હતા. સાહિત્ય એવોર્ડ વિજેતા રત્નાકરની વય 81 વર્ષ હતી અને તેમણે 33 નાટકો લખ્યા હતા તથા ટૂંકી વાર્તાઓનાં 18 પુસ્તકો પણ લખ્યા છે. તેમનું પ્રદાન સાહિત્ય ક્ષેત્રે નોંધનીય રહ્યું, તેઓ આ ઉંમરે પણ કાર્યરત હતા. શહેરના જાણીતા નાટ્યકાર ડૉલી ઠાકોરે તેમની સાથેની સ્મૃતિ વાગોળતા કહ્યું કે રત્નાકર મતકરીએ તેમને 2013માં પોતાના લખેલા એક નાટકને ડાયરેક્ટ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, “1 સફદરજંગ નામનું આ એક અંગ્રેજી નાટક હતું, તેમણે પહેલીવાર અંગ્રેજી નાટક લખ્યું હતું અને એ નાટક કટોકટીની આસપાસ વણાયેલું હતું. આ નાટક અમારા ગ્રુપે મુંબઇ પ્રેસ ક્લબમાં ભજવ્યું હતું. તેમાં શેરનાઝ પટેલ, ડેન્ઝેલ સ્મિથ, જીમ સરભ, દિલનાઝ ઇરાની સહિતનાં કલાકારોએ અભિનય કર્યો હતો. હું તેમની બહુ નજીક હતી અને તેઓ બહુ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા, અન્યોની માફક તેમનામાં અભિમાનનો છાંટો સુદ્ધાં નહોતો.

રત્નાકર મતકરીના પત્ની પ્રતિભા, દીકરી સુપ્રિયા અને દીકરો ગણેશ પણ મરાઠી થિએટરમાં પ્રવૃત્ત છે.  તેમની વિદાયથી મરાઠી થિએટરને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK