મુંબઈ મહાનગરપાલિકાના કાયદાના અભ્યાસુ અને કચ્છી જૈન સમાજના સેવાભાવી ઍડ્વોકેટ મુકેશ છેડાનું શનિવારે તેમના ઘરમાં જ બ્રેઈન હેમરેજ થવાથી મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર કચ્છી સમાજમાં પ્રસરતાં કચ્છી સમાજમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રગટી હતી. ગઈ કાલે શિવાજી પાર્કની સ્મશાનભૂમિમાં મુકેશ છેડાના પુત્ર અક્ષય અને પુત્રી મિતિષાએ તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.
દાદરના રહેવાસી ૫૯ વર્ષના ઍડ. મુકેશ છેડા દસમા ધોરણ પછી તેમની કૅરિયરમાં શું કરવું એ દ્વિધામાં હતા એ જ સમયે તેમને એક ઍડ્વોકેટ સાથે પરિચય થયો હતો. તેમણે મુકેશભાઈને ઍડ્વોકેટનો અભ્યાસ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે મુકેશભાઈ ઍડ્વોકેટ તો બન્યા પણ તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કાયદાનો એવો પ્રખર અભ્યાસ કર્યો કે તેઓ જીવ્યા ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ તેમનું માર્ગદર્શન અને સલાહસૂચન લેતા હતા. તેમણે દાદરના કરસન લધુ નિસર હૉલ પાસેની એક સ્કૂલ માટે રિર્ઝ્વડ જમીનને બિલ્ડરના હાથમાં જતી રોકી હતી ત્યારથી તેઓે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના જીવનમાં આવા તો ઘણાં કાર્યો નોંધાયાં છે જેને આજે પણ સમાજ યાદ કરે છે. આ બાબતની માહિતી આપતાં તેમના કઝીન બ્રધર અને કચ્છી જૈન ફાઉન્ડેશનના સક્રિય મેમ્બર બિપિન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શનિવારે સાંજના છ વાગ્યાની આસપાસ તેઓ આરામ કરીને ઉઠ્યા બાદ તેમના મોટા ભાઈ અને પુત્ર સાથે વાતચીત કર્યા બાદ અચાનક ફસડાઈ પડ્યા હતા. જેમાં તેમનું માથું હોલમાં કોઈ વસ્તુ સાથે અથડાઈ જતાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. હિન્દુજા હૉસ્પિટલના ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 ISTYeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
17th January, 2021 12:04 ISTCorona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...
17th January, 2021 11:54 IST