Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવતીકાલે પુરી થઈ જશે અયોધ્યા કેસની સુનાવણી, ચુકાદા પર સૌની નજર

આવતીકાલે પુરી થઈ જશે અયોધ્યા કેસની સુનાવણી, ચુકાદા પર સૌની નજર

15 October, 2019 03:29 PM IST | નવી દિલ્હી

આવતીકાલે પુરી થઈ જશે અયોધ્યા કેસની સુનાવણી, ચુકાદા પર સૌની નજર

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


અયોધ્યા જમીન વિવાદ કેસમાં આજે 39માં દિવસની સુનાવણી થઈ. ગઈકાલે સુન્ની વકફ બોર્ડે અપીલ પર પોતાની દલીલ પુરી કરી લીધી હતી આજે હિંદૂ પક્ષે તેની દલીલોનો જવાબ આપ્યો. આ વચ્ચે મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે બુધવારે 40માં દિવસે આ મામલે છેલ્લી સુનાવણી થશે. એવામાં દરેક હાલતમાં દલીલ પુરી કરવામાં આવે.

મને જ સવાલ કેમ?
સોમવારે વિવાદિત ભૂમિ પર મસ્જિદનો દાવો કરતા માલિકી હકની માંગણી કરી રહેલા મુસ્લમ પક્ષને સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પુછ્યા હતા. ટોચની અદાલતે પુછ્યું હતું કે જો ત્યાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર હતો તે શું તેનાથી મુસ્લિમોના એકાધિકારનો દાવો કમજોર નથી થઈ જતો? તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે કોર્ટ માત્ર તેમને જ સવાલો કેમ કરે છે?

સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષને સુરક્ષા આપવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે સોમવારે યૂપી સરકારને નિર્દેશો આપ્યા હતા કે તેઓ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર અહમદ ફારૂકીને સુરક્ષા આપે કારણ કે તેમણે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

નથી આપી દીપદાન કરવાની મંજૂરી
સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી અંતિમ તબક્કામાં છે. આગળના કેટલાક દિવસોમાં નિર્ણય આવવાની સંભાવનાને જોતા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જિલ્લા 10 ડિસેમ્બર સુધીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સાથે જ દિવાળી પર વિવાદિત સ્થળ પર દીપદાન કરવાની પણ મંજૂરી નથી આપવામાં આવી.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.



રોજ આવવાથી કોઈ મારા ઘરનું માલિક નથી થઈ જતું
સોમવારે સંવિધાન પીઠના જસ્ટિસ એસએ બોબડેએ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પુછ્યું હતું કે જો હિંદૂઓ પાસે પૂજાનો અધિકાર હતો, તો શું તેનાથી તમારો એકાધિકારનો દાવો નબળો નથી પડી જતો. તેના પર રાજીવ ધવને કહ્યું હતું કે લાંબા સમયથી એ જગ્યાનો ઉપયોગ કરવાના કારણે તેમની પાસેથી પૂજાનો અધિકાર હતો. પરંતુ તેમની પાસે માલિકી હક નહોતો. ધવને દલીલ કરી કે જો કોઈ મારા ઘરે આવીને પૂછે કે શું હું તમારે ત્યાં હાથ ધોઈ શકું છું અને હું તેમને મંજૂરી આપું છું. બાદમાં તે રોજ પાંચ વાર હાથ ધોવા આવશે તો શું તે મારા ઘરનો માલિક થશે જશે?


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 03:29 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK