ખેડૂત-આંદોલનને ટેકો આપતા સ્લોગનવાળી લગ્નની આમંત્રણપત્રિકા સોશ્યલ મીડિયામાં વાઇરલ

Published: 13th February, 2021 09:36 IST | Gujarati Midday Correspondent | New Delhi

ગયા વર્ષે નવેમ્બરથી હજારો ખેડૂતો દિલ્હી બૉર્ડર પર નવા કૃષિ કાયદા સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે

ગયા વર્ષે નવેમ્બરથી હજારો ખેડૂતો દિલ્હી બૉર્ડર પર નવા કૃષિ કાયદા સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, જેને સામાન્ય માનવીથી લઈને ફિલ્મઉદ્યોગની ખ્યાતનામ હસ્તીઓએ પણ ટેકો જાહેર કર્યો છે. હવે સોશ્યલ મીડિયા પર ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને ટેકો જાહેર કરતી લગ્નની આમંત્રણપત્રિકા વાઇરલ થઈ છે. ટ્વિટર-યુઝર શિવમ ઈશ્વરાએ પોસ્ટ કરેલા આ કાર્ડને ટીવી-અભિનેતા સુશાંત સિંહે રીટ્વીટ કર્યું છે.

એમએસપીની ખાતરીની માગણી કરતી પત્રિકામાં જમણી તરફ ઉપરની બાજુએ ખેડૂતનું કાર્ટૂન ધરાવતા આ કાર્ડમાં લખાયેલું સૂત્ર કંઈક આ મુજબનું છે: ‘કાલે કાનૂન વાપસ લો, એમએસપી કી ગૅરન્ટી દો.’ અન્ય એક સૂત્ર આ મુજબનું છે: ‘અય ભોલે કિસાન, મેરી દો બાત લે માન, એક બોલના લે સીખ, દુજા દુશ્મન કો લે પહેચાન.’ જોકે આ અગાઉ ગયા મહિને નવપરિણીત યુગલ લગ્ન કર્યા બાદ તેમની કારમાં આવવાને બદલે ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને ટેકો જાહેર કરવા ટ્રૅક્ટરમાં ઘરે આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK