મુંબઈમાં આવનારા બે દિવસ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ વાદળો છવાયેલાં રહેશે, પણ વરસાદની શક્યતા ઓછી છે. મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં થન્ડર સ્ટાૅર્મ સર્જાશે અને વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, અમુક જગ્યાએ કરા પણ પડી શકે એવી આગાહી રીજનલ મિટિરીયોલૉજિકલ સેન્ટર, મુંબઈ દ્વારા કરાઈ છે.
આ વિશે વધુ માહિતી આપતાં સેન્ટરનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ કહ્યું છે કે ‘હાલ ઉત્તર તરફથી ઠંડા પવનો વહી રહ્યા છે. એ ઉપરાંત પૂર્વના બંગાળના ઉપસાગરમાંથી પવનો પશ્ચિમ દિશામાં વાઈ રહ્યા છે, જેમાં ભેજ છે. એથી ટ્રાયેન્ગલની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરના ઠંડા પવનો એ ભેજને વધુ ઠંડો કરે છે, જેના કારણે કરાનો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આ થંડર સ્ટૉર્મની અસર દેખાશે. જ્યારે મુંબઈમાં આ બન્ને દિવસ વાદળ છવાયેલાં રહેશે, પણ વરસાદની શક્યતા ઓછી છે.’
શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 ISTઉદ્ધવ ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે
5th March, 2021 09:42 ISTસંજય રાઠોડનું રાજીનામું મંજૂર
5th March, 2021 09:42 IST