રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦૦ કરતાં વધુ કેસ નોંધાયા છે, જેમાંથી ૫૦૦ કરતાં વધુ કેસ મુંબઈના હોવાનું જણાવતાં બીએમસીએ પોતે રસીકરણ માટે તૈયાર હોવાનું કહ્યું છે. બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ સેન્ટ્રલ સ્ટોરેજ કૅપેસિટી તરીકે વિકસાવવામાં આવી રહેલી ભાંડુપની જગ્યાની મુલાકાત લીધી હતી તથા ત્યાં કરવામાં આવી રહેલા સ્ટૉકના કામનું નિરીક્ષણ કર્યું હતું. રસી ઉપલબ્ધ કરવામાં આવશે એના ૨૪ કલાકમાં રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૧૮ નવા કેસ નોંધાવા સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧૯.૩૮ લાખ પર પહોંચ્યો છે. એક દિવસમાં ૫૧ મૃત્યુ સાથે મરણાંક ૪૯,૬૩૧ પર પહોંચ્યો છે. જોકે મુંબઈ શહેરમાં ૨૪ કલાકમાં ૫૯૩ નવા કેસ નોંધાયા છે, જેમાંથી એમએમઆરના થાણે, નવી મુંબઈ અને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં અનુક્રમે ૧૦૩, ૮૩ અને ૮૮ કેસ નોંધાયા હતા.
આ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTરસીકરણ અભિયાન માટે મતદારોની માહિતી સરકારને આપશે ચૂંટણીપંચ
16th January, 2021 12:52 ISTનોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 IST