આપણે નથી સાથે,લોકોમાં ભ્રમ ન ફેલાવો:BJPએ LJPને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું

Published: 18th October, 2020 10:20 IST | Mumbai correspondent | New Delhi

બીજેપીના બિહારના ઇન્ચાર્જ ભુપેન્દર યાદવે કહ્યું હતું કે બીજેપી અને જનતા દળ યુનાઇટેડ સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને માત્ર ૧૦ દિવસનો સમય બાકી છે ત્યારે બીજેપીએ સ્પષ્ટતા કરી છે. એલજેપી હવે એમના સંગઠનમાં નથી. બીજેપીના બિહારના ઇન્ચાર્જ ભુપેન્દર યાદવે કહ્યું હતું કે બીજેપી અને જનતા દળ યુનાઇટેડ સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. નીતીશ કુમાર અમારા મુખ્ય પ્રધાનના ઉમેદવાર છે. શુક્રવારે ચિરાગ પાસવાને એવું કહ્યું હતું કે હું મોદીનો હનુમાન છું. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યું હતું કે અમે ચિરાગ પાસવાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમના વકતવ્યોને કારણે બાજી બગડી અને બિહારમાં એનડીએ ગઠબંધન તૂટી ગયું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK