‘આપણા બધાની અંદર એક નાનું બાળક પણ હોય છે’

Published: Feb 14, 2020, 13:10 IST | Mumbai Desk

મહિલાએ બધાઈ છોટુ લખતાં રતન તાતાનો જવાબ, ‘આપણા બધાની અંદર એક નાનું બાળક પણ હોય છે’

તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતાને આજે કોઈ ઓળખની જરૂર નથી. મીઠાથી લઈને સૉફ્ટવેર સુધીનું નિર્માણ કરનાર રતન તાતાએ ભારતમાં જ નહીં, દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. યુવાઓ માટે પ્રેરણાના મોટા સ્રોત રહેલા રતન તાતા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. એનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે ગયા દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર તેમના ૧૦ લાખથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે.

૮૨ વર્ષના રતન તાતાએ પોતાની ખુશી જાહેર કરતાં લોકોનો ધન્યવાદ માન્યો. તેમણે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી કે આ અદ્ભુત ઑનલાઇન પરિવાર છે, જેના વિશે મેં પહેલાં જોડાતી વખતે વિચાર્યું નહોતું. એ માટે હું તમને બધાને ધન્યવાદ આપું છું. તમારા દ્વારા મને આ પ્લૅટફૉર્મ પર ઘણું શીખવા મળી રહ્યું છે. અમુક મિનિટમાં જ તેમની આ પોસ્ટ વાઇરલ થઈ જેને અત્યાર સુધી સાડાચાર લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. જોકે આની વચ્ચે એક યુઝરે એવું કંઈક લખ્યું જેને જોઈને લોકો ભડકી ગયા.
હકીકતમાં રેહા જેન નામની એક યુઝરે રતન તાતાની પોસ્ટ પર લખ્યું, ‘બધાઈ છોટુ.’ આ કમેન્ટ બાદ લોકો એ મહિલાની મજાક ઉડાડવા લાગ્યા. ત્યાર બાદ રતન તાતાએ પોતે એનો જવાબ આપતાં લખ્યું, ‘આપણા બધાની અંદર એક નાનું બાળક પણ હોય છે. આ યંગ લેડીને સન્માન આપવું જોઈએ.’

રતન તાતા ઑક્ટોબર ૨૦૧૯માં આ પ્લૅટફૉર્મ સાથે જોડાયા બાદથી તેઓ નિયમિત પોસ્ટ કરી રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK