થાણેના પ્રજાજનોએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પડશે

Published: 18th October, 2011 21:04 IST

થાણેવાસીઓએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પાડશે, કારણ કે થાણે મહાનગરપાલિકાએ હવે દરેક ઘરમાં પાણીનું મીટર બેસાડવાનો નિ્ર્ણય લીધો છે. પાણીનું મીટર બેસાડવાને કારણે પાણીનો વેડફાટ ઓછો થશે એવો સુધરાઈનો દાવો છે. સામે પક્ષે થાણેકરોને આ મીટર માટે એક રૂપિયો પણ ખર્ચો કરવો પડવાનો નથી. મીટર બેસાડવાનો પૂરેપૂરો ખર્ચો સુધરાઈ જ ભોગવવાની છે.


હાલમાં થાણેમાં બધાને ઘરદીઠ એકસરખું પાણીનું બિલ આપવામાં આવે છે, પણ હવે દરેક ઘરમાં મીટર બેસાડવાને કારણે ઘરદીઠ જેટલું પાણી વપરાયું હશે એટલું જ બિલ ચૂકવવું પડશે. થાણે મહાનગરપાલિકાને આ પ્રોજેકટ માટે જેએનએનયુઆરએમ (જવાહરલાલ નેહરુ નૅશનલ અર્બન રિન્યુઅલ મિશન) અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મળ્યું છે. એ અંતર્ગત થાણેમાં નવ પ્રભાગ સમિતિમાં દરેક ઘરમાં ૨૫ મિલીમીટર વ્યાસના નળની સાથે મીટર બેસાડવામાં આવશે. આ માટે થાણે સુધરાઈ કુલ ૪ કરોડ ૫૮ લાખ ૭૨ હજાર ૧૬૦ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ મીટર લાગ્યા બાદ રીડિંગ કર્યા બાદ પાણીનું બિલ થાણેકરોને મોકલવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK